તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વર્ષે ગુજકેટમાં રાજ્યમાં 1,310 પરીક્ષાર્થીઓનો ઘટાડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 11 એપ્રિલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 એપ્રિલના રોજ લેવાનારી ગુજકેટની કસોટીમાં આ વર્ષે પરીક્ષાર્થી\\\"ની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષે ગુજરાતમાં ગુજકેટમાં કુલ પરીક્ષાર્થી\\\"ની સંખ્યા 1,36,156 હતી તે આ વખતે 1,310 ઘટીને 1,34,846 થઇ ગઇ છે. ખાસ કરીને ગ્રુપ -એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થી\\\" માટે ગુજકેટની કસોટી લેવામાં આવે છે. જેમાં આ વર્ષે આ પરીક્ષા 26મી એપ્રિલે લેવાની છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામક મહેશ મહેતાએ જણાવ્યું છે કે આ વર્ષે ગુજકેટમાં ગ્રુપ-એમાં 56,913, ગ્રુપ-બીમાં 77,478 અને ગ્રુપ-એબીમાં 455 મળી કુલ 1,34,846 પરીક્ષાર્થી\\\" નોંધાયા છે.

ગુજકેટના પરીક્ષાર્થી\\\"ને પરીક્ષા આપવા માટે હોલ ટિકિટમાં દર્શાવેલા સમયપત્રક મુજબ પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જરૂરી સૂચના\\\" મુજબ કાર્યવાહી કરવાની રહેશે. ગુજકેટની હોલ ટિકિટ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવેશ તે અંગે સૂચના\\\" હવે પછી પ્રકાશિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...