તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય સેનાની આ શરૂઆત છે પાકિસ્તાનની ભૂગોળ બદલી નાખશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
3 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર 1971માં પાકિસ્તાન સામેની લડાઈમાં કોલંબો હાર્બર ખાતે ફરજ બજાવી પાકિસ્તાની શિપ પસનીને ઝડપવામાં સામેલ રહેનાર એકલ આર્મી મેન અને ગુજરાત બોડિ બીલ્ડીંગ એ.સો.ના સેક્રેટરી એમ.કે.શર્માએ તેમના યુધ્ધના દિવસોના સંસ્મરણો આજે વાગોળ્યા હતા.

18 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી 1969માં આર્મીમાં જોડાનાર અને એકવર્ષની ટ્રેઈનીંગ બાદ તરત યુધ્ધ સમયે ફરજ બજાવનાર સર્માજીઅે જણાવ્યુ હતુ કે, તે સમયે માત્ર 20 વર્ષની ઉંમરે પાણીની વચ્ચે દિવાળીની આતશબાજીની જેમ બોમ્બમારો નજરે નીહાળ્યો હતો.

ભારતીય સૌનીકોની આજની કામગીરીને બીરદાવવા તેમણે જણાવ્યુ હતુ કે હજી તો \\\"\\\"લશ્કરની શરૂઆત છે તમે જો જોને લશ્કર પાકિસ્તાનની ભુગોળ બદલી નાખશે\\\'\\\' ભાવનગરમાં ભાવનગર જીલ્લા માજી સૈનિક સંગઠનનો કાર્યભાર સંભાળતા અેમ.કે.શર્માએ 500 જેટલા માજી સૈનિકો, શહિદોના પરિવારને તેમના હકની 80 લાખથી વધુ રકમ અપાવી છે. અને હવે આઈએએસ, આઈપીએસ કક્ષાના અધિકારી બને તે માટે ટ્રેઈનીંગ આપવાનું પણ આયોજન છે.

ભાવનગર બટાલીયન જેવી ફોજ ઉભી કરવાનું સ્વપ્ન
ભાવનગરના યુવાનોમાં લશ્કર પ્રત્યે સારૂ એવું આકર્ષણ છે. લશ્કરી ભરતી સમયે અનેક લોકો માર્ગદર્શન લેવા આવે છે. આ બધા માટે અમારૂ સંગઠન હવે ટ્રેઇનીંગ કલાસ પણ શરૂ કરશે ખાસ કરીને આર્મીમાં કલાસ-વન ઓફીસર બનવા માટે અમે સંપૂર્ણ ટ્રેઇનીંગ આપશું દરેક કુટુંબમાંથી એક સભ્યએ તો લશ્કરમાં જોડાવું જ જોઇએ તેમ જણાવી શર્માજીએ કહ્યું હતુ કે, મારૂ તો સ્વપ્ન છે. કે કૃષ્ણકુમારસિંહજીના આ ભાવનગરની એક આખી ફોજ લશ્કરમાં અલગ હોય જે ભાવનગર બટાલીયન થી ઓળખાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો