તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠાડચથી બગદાણાનો 16 કિ.મી. માર્ગ ડબલપટ્ટી બનાવવાની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગદાણા ધામ માટે ડબલપટ્ટી પેવર માર્ગની માંગ આધ્યાત્મિક સેવાકિય યજ્ઞમાં અનોખી મિસાલ સમાન ગુરૂ આશ્રમ માટે આંતરમાળખાકિય સુવિધા પુરી પાડવામાં તંત્ર નબળુ પડે છે.

કાઠીયાવાડનાં ગૌરવ સમા 24 કલાક સત્સંગ અને સદાવૃત સાથે અનેકવિધ સામાજીક સાર્વજનિક પ્રવૃતિઓને પ્રેરણારૂપ પૂ.બજરંગદાસબાપાનાં સેવા યજ્ઞને સદૈવ પ્રજવલીત રાખતા ગુરૂ આશ્રમ બગદાણા તિર્થમાં પૂ.બાપાનાં આધ્યાત્મિક તિર્થને માથુ ટેકવવા આવતા યાત્રીકો, ભાવિકોનો પ્રવાહ દિવસે વધતો જાય છે. ગુરૂ આશ્રમનું દિવ્ય સાંનિધ્ય માણવા રાજયભરમાંથી પ્રવાસીઓની વધતી સંખ્યા અને બગદાણા ગુરૂ આશ્રમનાં વર્ષનાં બે પાવન પ્રસંગો ગુરૂપૂર્ણિમા અને પૂણ્યતિથીએ આવતા લાખોની સંખ્યાનાં ભકતો અનેક વાહનો અને પગપાળા પણ આવતા હોય છે. ત્યારે ઠાડચ-ઠળીયા-બગદાણાનો રસ્તો ટુંકો પડે છે. ઉપરાંત વર્ષોવર્ષ ચોમાસાબાદ આ માર્ગો બિસ્માર થઇ જાય છે. ગુરૂઆશ્રમ તિર્થનાં ઠાડચથી ઠળીયા થઈને બગદાણા જવાનો 16 કિ.મી. માર્ગને બાપાની તીથી પહેલા ડબલ પટ્ટી પેવર રોડ બનાવવાની માંગ ઉઠી છે.

આંતર માળખાકિય સુવિધાનો અભાવ
પ્રજાની પ્રચંડ શ્રધ્ધા અને ટ્રષ્ટીઓ સેવકોની ભકિતથી સ્વયંભુ ઉન્નત થયેલ ગુરૂ આશ્રમ સંકુલની બાહરી આંતર માળખાકિય સુવિધા માટે ડબલ પટ્ટી પેવર રોડ, યાત્રીકો માટે એસ.ટી નો પોંઇટ, એસ.ટી બુકીંગની સુવિધા, વાહનો માટે પાર્કિંગ ની કાયમી સુવિધા, માટે તેમજ આશ્રમનો પર્યટનીય વિકાસ થાય તે માટે તંત્રનાં દરેક વિભાગોએ સક્રીયતા દાખવવી જરૂરી છે.

ડબલપટ્ટી પેવર કામ મંજુર થયેલ છે
રસ્તા માટે ગુરૂ આશ્રમ ટ્રષ્ટ દ્વારા રજુઆતોથી ઠાડચ, ઠળીયા, બગદાણા 16 કિ.મી. નો ડબલ પટ્ટી પેવર રોડ બનાવવા માર્ગ મંજુર થઇ ગયેલ છે. અને તે માટે એજન્સી પણ નીમાઇ ગયેલ છે. વર્ક ઓર્ડર મળેથી વહેલીતકે કામ શરૂ કરાશે. અને જરૂર પડે હાલ પેચીંગ રીપેરીંગ કરવામાં આવશે. ડી.એમ.સેંતા, ડે.એન્જીનીયર માર્ગ અને મકાન વિભાગ તળાજા

અન્ય સમાચારો પણ છે...