તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધી મૂલ્યોના જતન અર્થે અનોખી પદયાત્રા નિકળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધી વ્યકિત નહિ પણ એક સાશ્વત વિચારધારા છે ગાંધી મૂલ્યોની અનુભૂતિ આચરણથી પામવા ગાંધી મૂલ્યોના માર્ગે શિર્ષક તળે આગામી તા. 16 થી 22 જાન્યુઆરી સુધી વિશિષ્ઠ પદયાત્રાનું આયોજન કરાયેલ છે. આ પદયાત્રાના આયોજન સમિતીના સંયોજક કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા આયોજિત આ પદયાત્રા આગામી તા. 16.1 ના રોજ તળાજા તાલુકાના મણાર ખાતેની ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા ખાતેથી સવારે 9 કલાકે પ્રસ્થાન કરશે. બપોરે 2 કલાકે ત્રાપજમાં પ્રથમ મહાવ્રતસભા સત્ય શિર્ષક તળે યોજાશે. સાંજે 5.20 કલાકે બેલા ખાતે બીજી મહાવ્રતસભા જાત મહેનત શિર્ષક તળે યોજાશે. તેમજ તા. 17-1 ના સવારે 10.30 કલાકે ત્રીજી મહાવ્રતસભા સર્વધર્મ સમભાવ શિર્ષક તળે યોજાશે. બપોરે 4-30 કલાકે માયધાર ખાતે ચોથી મહાવ્રતસભા સ્વદેશી શિર્ષક તળે યોજાશે. તા.18મીએ બપોરે 11 કલાકે અનિડા ખાતે અસ્વાદ શિર્ષક તળે પાંચમી મહાવ્રતસભા યોજાશે. સાંજે 4 કલાકે અભય શિર્ષક તળે શેત્રુંજીડેમ ખાતે છઠ્ઠી મહાવ્રતસભા યોજાશે.જયારે તા. 19મીએ સવારે 10.20 કલાકે અસ્તેય શિર્ષક તળે. મોટી પાણીયાળી ખાતે સાતમી મહાવ્રતસભા યોજાશે. સાંજે 5 કલાકે પાલિતાણામાં અહિંસા શિર્ષક તળે આઠમી મહાવ્રતસભા યોજાશે.20મીએ બપોરે 11 કલાકે ઘેટી ખાતે નવમી મહાવ્રતસભા યોજાશે. જયારે સાંજે 4 કલાકે અપરિગ્રહ શિર્ષક તળે દૂધાળા ખાતે દશમી મહાવ્રતસભા યોજાશે. રાત્રીના 8-30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.21મીએ સવારે 9.30 કલાકે બ્રહ્મચર્ય શિર્ષક તળે રાણપરડા ખાતે 11મી મહાવ્રતસભા યોજાશે. જયારે બપોરે 4.30 કલાકે વાળુકડ ખાતે વિનય સભા યોજાશે.

પદયાત્રાની અનેરી વિશિષ્ટતાઅો
બુનિયાદી શિક્ષણ પધ્ધતિના આધારે કાર્યરત સંસ્થાઅોને સાંકળીને રચાશે પદયાત્રા 35 ગામો સહિત કુલ 150 ગામોમાં 5 દિવસ સુધી સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમો મહાત્મા ગાંધીજીના 11 મહાવ્રતોના આધારે 11 મહાવ્રત સભા�ઓ. 150 ગામોમાં સફાઇ,મેડિકલ કેમ્પ, વ્યસનમુકિત સંકલ્પ, ગ્રામ્ય કારીગરોનું સન્માન, કૃષિ માર્ગદર્શન શિબિર વ. અનેક રચનાત્મક કાર્યક્રમો.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાશે
પદયાત્રી તરીકે તથા સ્વયંસેવક તરીકે જોડાવવા માટે આ પદયાત્રા આયોજન સમિતિની નિયત કરાયેલી વેબસાઇટ પર નોંધણી કરાવવાની રહેશે.

પદયાત્રિકો પાસેથી અપેક્ષા
પદયાત્રિકો પાસેથી આયોજકો દ્વારા કેટલીક અપેક્ષા રાખવામાં અાવેલ છે. જેમાં તમામ પદયાત્રિકોઅે ગાંધી મુલ્યો મુજબ વર્તવાનુ રહેશે, ખાદીના કપડા પહેરવાના રહેશે અને મોબાઇલનો ઉપયોગ શકય તેટલો નિવારવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...