અહીં ટિકીટની મારામારી નથી, દરવાજા મોકળા છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 3 એપ્રિલ

ભાવનગર રેલવે સ્ટેશન સુરક્ષાની દ્રષ્ટિએ રેઢાં પડ સમાન છે તે રીતે ટીકીટ ચેકીંગ મામલે પણ ખુદાબક્ષ મુસાફરોને અને પ્લેટફોર્મ ટીકીટ વગર પ્રવેશતા અને વિવિધ એક્ટીવીટી કરતા શખ્સો માટે મોટું ફાંફળ છે. જે રીતે આવતા જતા લોકોને પોલીસ ચેકીંગની કોઇ વ્યવસ્થા નથી તે રીતે મોટાભાગે ટીટી દ્વારા ચેકીંગ થતું હોય તેવું પણ જોવા મળતું નથી. રોજના સરેરાશ 15000 જેટલા મુસાફરોનું આવાગમન થાય છે તેવા ભાવનગર રેલવે સ્ટેશન પર રાઉન્ડ ધ ક્લોક ત્રણ એટલે કે એક સમયે માત્ર એક ટીટી ફરજ બજાવે છે. આના કારણે એક ટીટી માથે આખી ટ્રેનના મુસાફરોને ચેક કરવાની જવાબદારી આવી પડે છે અને પરિણામે પુરું ચેકીંગ થતું નથી.

બીજી સૌથી મોટી છટકબારી એ છે કે વધુ ટીટી રાખીને તમામ મુસાફરોનું ચેકીંગ ગેટ પર કરવામાં આવતું હોય તો પણ ભાવનગર રેલવે સ્ટેશને એવી એવી છટકબારીઓ છે કે જ્યાંથી ટીકીટ ચેકીંગ કરતા ટીટીને જોઇને જ મફતિયો મુસાફર છટકબારીવાળા માર્ગેથી પલાયન થઇ શકે છે. આ છટકબારીઓ નિવારવામાં આવતી નથી પરિણમે હાલમાં મહિને ચારથી પાંચ મફતિયા મુસાફરો માંડ પકડાય છે. ભાવનગર રેલવે સ્ટેશનને મુસાફરોની ટીકીટ ક્યારેક અને નામની જ ચેક થાય છે.

ટર્મિનસ આસપાસ છટકબારીઓ
ભાવનગર ટર્મિનસ પર બહાર નીકળવાના મુખ્ય દરવાજા ઉપરાંત એવી ત્રણ બહિર્ગમન કરી શકાય તેવી જગ્યાઓ છે કે જ્યાંથી ટીકીટ વગરનો મુસાફર છટકીને બીજા રસ્તેથી જઇ શકે છે.

પ્લેટફોર્મ ટીકીટ વગર પકડાવાનો કન્સેપ્ટ નથી
પ્લેટફોર્મ ટીકીટ વગર પકડાવાનો કન્સેપ્ટ નથી અને સિસ્ટમમાં તે નોટ થતું નથી. હકીકતમાં પ્લેટફોર્મ ટીકીટ વગર પકડાયેલ મુસાફરને વગર ટીકીટે મુસાફરી કરનાર મુસાફર માનવામાં આવે છે. અને તે રીતે તેની પાસેથી દંડ વસુલાય છે.

ટૂંક સમયમાં છટકબારીઓ બંધ કરાશે
હાલમાં ભાવનગર રેલવે સ્ટશનમાં અનેક પ્રકારના કન્સ્ટ્રક્શન અને રિકન્સ્ટ્રકશન થઇ રહ્યા છે તેનાથી ભાવનગર રેલવે સ્ટેશન એક નવું જ રૂપ ધારણ કરશે અને તેમાં જે છટકબારીઓ છે તેને કોઇ સ્થાન રહેશે નહીં. હાલમાં શક્ય તેટલું વધુને વધુ ચેકીંગ થાય છે. ટ્રેનમાં પણ ટીટી ટીકીટ ચેક કરતા રહે છે. ભાવનગરની ટીમે છેલ્લા 3 માસમાં 1887 મફતિયા મુસાફરોને પકડી 8.34 લાખનો દંડ વસુલ્યો છે. વી. કે. ટેલર, ડીસીએમ, ભાવનગર રેલવે

અન્ય સમાચારો પણ છે...