તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરદેજના યુવાનોએ મોરારિબાપુની કથાના નામે વાવ્યા વૃક્ષો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામનું નામ તો બધા લેતા હોય પરંતુ રામના કામ કરવા એ સતકાર્ય જરૂરી છે... બસ પૂજ્ય મોરારી બાપુના મુખેથી એક કથામાં નીકળેલા શબ્દોને ભાવનગર જિલ્લાના કરદેજ ગામના યુવાનોએ પોતાના જીવનમાં વણી લીધા, અને સંકલ્પ કર્યો કે મોરારીબાપુએ જેટલી કથા કરી હશે તેટલા વૃક્ષોનું રોપણ કરવું. ત્યાંથી સીમિત નહી થતા માત્ર વૃક્ષો વાવવા નહીં પરંતુ તેની જાળવણી પણ કરવા મક્કમ બન્યા. અને આજ સુધીમાં કરદેજના યુવાનોના ગ્રીન ગ્રામ્ય ગ્રુપ દ્વારા મોરારીબાપુની કથા સ્થળ અને વર્ષ પ્રમાણે 108 વૃક્ષો વાવી આ યુવાધનનું સત્કાર્ય અવિરત શરૂ રહેશેે.ખાસ તો જેના નામે કરે છે તેવા આ સતકાર્યની સુવાસ પુજ્ય બ‍ાપુ સુધી પણ આ યુવાનોએ નથી પહોંચાડી.

કરદેજ ગામના યુવાનોએ મોરારીબાપુની કથામાંથી અબોલ પશુ પક્ષીઓ માટે અને જીવમાત્ર માટે અતિઆવશ્યક એવા વૃક્ષોને વાવવા માટે મનમાં ગાંઠ બાંધી લીધી. સામાન્ય વર્ગના આહિર સમાજના કોઈ હીરા ઘસતા, તો કોઈ અભ્યાસ કરતા, અને કોઈ ખેત મજૂરી કરતા યુવાનોએ મનમાં ધારી લીધું કે મોરારીબાપુની જેટલી કથા હશે તેટલા વૃક્ષો વાવવા છે. યુવાનોએ ગ્રીન ગ્રામ્ય ગ્રુપ પણ બનાવ્યું. પરંતુ પિંજરા, વૃક્ષો, કથાની વિગતો, વૃક્ષોની જાળવણી, આ બધું કઈ રીતે શક્ય બને? 6 મહિના આયોજનમાં વિતાવ્યા બાદ એક્રેસિલ કંપની પિંજરા આપવા તૈયાર થઈ. ધીરે ધીરે ગામની સોસાયટી, બજાર વિસ્તાર સહિત જુદી જુદી જગ્યાઓમાં મોરારીબાપુની કથા સ્થળ, વર્ષ અને નામ પ્રમાણે વૃક્ષારોપણ શરૂ કર્યું. જે આજે 108 વૃક્ષોએ પહોંચ્યું છે. અને હજુ પણ 900થી વધુ પૂજ્ય બાપુ ની કથાઓ પ્રમાણે વૃક્ષારોપણ કરવામાં આવશે. પૂજ્ય બાપુની તલગાજરડામાં વર્ષ 1960માં પ્રથમ કથાથી લઈ 2020 સુધી તમામ કથાઓના નામે યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરાશે.

ગ્રીન ગ્રામ્ય ગ્રુપમાં હિતેશભાઈ ખમળ ઉપરાંત સુનિલભાઈ, અરવિંદભાઈ, અર્જુનભાઈ, સુમિતભાઈ, તુષારભાઈ અને પારસભાઈ સહિતના યુવાનો વૃક્ષોનું રોપણ અને જતન કરી રહ્યા છે.

જાળવણી ન કરીએ તો વૃક્ષોની હત્યા કરી ગણાય
 પૂજ્ય મોરારીબાપુની કથામાંથી બોધપાઠ લઈ જીવમાત્ર માટે જરૂરી વૃક્ષો વાવવા અમે ગામના યુવાનોએ નક્કી કર્યું. અને તેની જાળવણી થઈ શકે તેની પણ અમે કાળજી લીધી. નિયમિતપણે પાણી પાવાની કામગીરીમ‍ાં પણ ગ્રામજનોનો સહકાર મળી રહે છે. વૃક્ષો વાવવા સાથે તેની જાળવણી પણ ખૂબ અગત્યની છે. નહી તો વૃક્ષોની હત્યા કરી ગણાય. હિતેશભાઈ ખમળ, આહીર

કરદેજ સ્મશાનમાં જ 30 વૃક્ષો વાવ્યા
કરદેજના યુવાનોએ બનાવેલા ગ્રીન ગ્રામ્ય ગ્રુપ દ્વારા વૃક્ષારોપણના સત્કાર્યાની શરૂઆત ગામના જ સ્મશાનમાંથી કરવામાં આવી હતી. સ્મશાનમાં પૂજ્ય બાપુની કથાના નામના 30 વૃક્ષો વાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો