તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.ના પ્રોફેસરે કોંગ્રેસ વિરૂદ્ધ મેસેજ કરતા આચાર સંહિતા ભંગની ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા સામ સામા આચારસંહિતા ભંગની ફરિયાદો કરતા હોય છે પરંતુ ભાવનગર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષે કોંગ્રેસ વિરુદ્ધ મેસેજ કરતા તેની સામે પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી, સેનેટ મેમ્બર અને એનએસયુઆઇના હોદ્દેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડોક્ટર દિલીપ બારડ સામે યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી સંદીપસિંહ ગોહિલ, સેનેટ મેમ્બર મહેબૂબ બ્લોચ, એનએસયુઆઇના હોદ્દેદારો રાજપાલસિંહ જાડેજા, પવન મજીઠીયા અને જયરાજસિંહ ગોહિલે કરેલી આચાર સંહિતા ભંગની ફરિયાદમાં જણાવ્યું છે કે, દિલીપ બારડ અંગ્રેજી ભવનના અધ્યક્ષ છે તેઓએ પરીક્ષાની બાબતને ચૂંટણી સાથે જોડી કોંગ્રેસને હારની જરૂર છે જો કોંગ્રેસ સત્તામાં આવે તો પરીક્ષામાં ચોરી વધશે એમ કહી ભાજપનો પ્રચાર કરી કોંગ્રેસના આગેવાનોને બદમાશ તરીકે સંબોધિત કરી પોતાના મોબાઈલ નંબર પરથી યુનિવર્સિટીના અધ્યાપકો અને જુદાજુદા વર્ગના લોકોને મોકલી કોંગ્રેસ વિરુદ્ધ ભડકાવવાનો પ્રયત્ન કર્યાનું જણાવ્યું છે.

યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ હોવાથી સરકારી સેવા મુલ્કી ધારાની કલમો તથા આચારસંહિતા ભંગ હેઠળ તેઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ માગણી કરી છે.

પર્સનલમાં મેસેજ કર્યો
હા મે પર્સનલમાં ચર્ચા કરતા હતા તેમાં વોટ્સઅપમાં મેસેજ કર્યો હતોે. કોઈ ગ્રુપમાં મેસેજ કર્યા નથી કોઈની લાગણી દુભાય તેવું નથી કર્યું દિલીપ બારડ, અધ્યક્ષ અંગ્રેજી ભવન યુનિ.

અન્ય સમાચારો પણ છે...