તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર બેઠક પર જળવાઇ છે રિપીટ ઉમેદવારની પરંપરા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર લોકસભાની ચૂંટણી માટે હવે અંતિમ તબક્કાનો પ્રચાર જંગ ખેલાઇ રહ્યો છે ત્યારે એક રસપ્રદ બાબત એ છે કે 1952થી આજ સુધીમા એટલે કે છેલ્લા 67 વર્ષમાં ભાવનગરની બેઠક માટેના જે ચૂંટણી જંગ ખેલાયા છે તેમાં માત્ર બે જ અપવાદો એવા છે જેમાં વિજેતા થયા છતાં તેને રિપીટ કરાયા ન હતા. આથી જ 67 વર્ષમાં ભાવનગરમાંથી માત્ર 8 ચહેરા જ લોકસભામાં પ્રવેશ્યા છે. આ વખતે પણ રિપીટની પરંપરા જળવાઇ રહી છે.

ભાવનગરની લોકસભા બેઠકમાં ઇ.સ.1952થી લઇ આજ સુધીના જે જંગ ખેલાયા તેમાં માત્ર આઠ જ ચહેરા લોકસભામાં ભાવનગરમાંથી ગયા છે. આ નસીબવંતા વિજેતાઓમાં બળવંતરાય મહેતા, જશવંતભાઇ મહેતા , પ્રસન્નવદનભાઇ મહેતા, ગીગાભાઇ ગોહિ‌લ, શશિકાંતભાઇ જમોડ, ડો.મહાવીસિંહ ગોહિ‌લ, રાજુભાઇ રાણા અને ડો.ભારતીબહેન શિયાળનો સમાવેશ થાય છે. આ લોકસભાના ભાવનગરમાંથી પ્રતિનિધિત્વ કર્યુ હોય તેવા આઠ સાંસદો છે.

આ સંસદમાં માત્ર બે જ એવા સાંસદ છે જે માત્ર એક જ વખત જીત્યા હોય બાકી તો બે, ત્રણ અને પાંચ વખત જીત્યાનો ઇતિહાસ છે. ઇ.સ.1989માં આયોજિત ચૂંટણીમાં ભાવનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શશિકાંતભાઇ જમોડ વિજેતા થયા હતા. ત્યાર બાદ ઇ.સ.1991માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો.મહાવીરસિંહ ગોહિ‌લ વિજેતા થયા હતા. તો ઇ.સ.1996માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના રાજુભાઇ રાણા વિજેતા થયા હતા. એટલે કે શશિકાંતભાઇ જમોડ અને ડો.મહાવીરસિંહ ગોહિ‌લને વિજેતા થયા હોવા છતાં બીજી વખત તક મળી ન હતી.

ઇ.સ.1991માં કોંગ્રેસે તેના વિજેતા ઉમેદવારને રિપીટ કરવાને બદલે ધનજીભાઇ બાલધીયાને ઉમેદવારી ટીકીટ ફાળવેલી તો ઇ.સ.1996માં ભાજપે તેના વિજેતા ઉમેદવાર ડો.મહાવીરસિંહ ગોહિ‌લને પુન: ટિકીટ ફાળવવાને બદલે રાજુભાઇ રાણાને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ધનજીભાઇની હાર થયેલી અને રાજુભાઇની જીત થઇ હતી.આમ છેલ્લાં 67 વર્ષનો ભાવનગર સંસદીય બેઠકનો ઇતિહાસ ચકાસીયે તો પરિવર્તનને બદલે પુનરાવર્તન તરફનો ઝોક વધુ રહ્યો છે.

સૌથી ઓછી લીડથી વિજય શશીભાઈનો થયેલો
ભાવનગર બેઠક માટે ઇ.સ.1989માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સૌથી પાતળી લીડથી વિજયી થયેલા ઉમેદવાર કોંગ્રેસ પાના શશિકાંતભાઇ જમોડ હતા એ ચૂંટણીમાં તેઓ તેના હરીફ ઉમેદવાર જનતા દળના પ્રવિણસિંહ જાડેજા હતા તેની સામે ફક્ત 552 મતોની પાંખી સરસાઇથી વિજય થયેલો તે ભાવનગર લોકસભાનો રેકર્ડ છે.

ભાવનગર બેઠકના પરાજિત મહાનુભાવો
ભાવનગર બેઠક પરથી જે ચૂંટણી જંગ ખેલાયા છે અને પરાજિત થયા છે તેવા મહાનુભાવોમાં છબીલદાસ મહેતા, જયાબહેન મહેતા, પ્રવિણસિંહ જાડેજા, પુરુષોત્તમભાઇ સોલંકી, શક્તિસિંહ ગોહિ‌લ જેવા નામો છે.

અન્ય સમાચારો પણ છે...