તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં બોર્ડના પરીક્ષાર્થીઓની કુલ સંખ્યામાં 5,246નો થયેલો વધારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 26 ફેબ્રુઆરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.7 માર્ચને ગુરૂવારથી ધો.10 અને ધો.12ના બન્ને પ્રવાહની પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે જેમાં ભાવનગર જિલ્લામાં આ વર્ષે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી�ઓની સંખ્યામાં 5,246નો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે કુલ 82,253 વિદ્યાર્થી�ઓ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જે ગત વર્ષે 77,007 હતા. આ વર્ષે ધો.10માં છેલ્લી વખત 50 માર્કના એમ.સી.ક્યુ. પૂછવામાં આવશે.

ભાવનગર ડીઈઓ કચેરી દ્વારા હવે એકશન પ્લાન ઘડી તેને આખરી �ઓપ આપવાનો આરંભ કરાયો છે. ધો.12, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ 7 માર્ચથી થશે અને બપોરે ફિઝીક્સના પ્રશ્નપત્ર અને સામાન્ય પ્રવાહમાં કોમર્સના નામાના મૂળ તત્વો અને સવારે ધો.10માં ગુજરાતી અને અંગ્રેજી વિ. પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર સાથે પ્રારંભ થશે. દરેક પરીક્ષાર્થી‍ને અડધો કલાક પહેલાં પરીક્ષા ખંડમાં આવી બેઠક ક્રમાંક વિ. જોઈ લેવા જણાવાયું છે.

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપક્રમે 7મી માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે સઘન વ્યવસ્થા ગોઠવી છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ધો.10ની બોર્ડની પરીક્ષામાં ગત વર્ષની તુલનામાં 2,977 પરીક્ષાર્થી�ઓ વધ્યા છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ધો.10માં કુલ પરીક્ષાર્થી 50,140 હતા તે આ વખતે વધીને 53,117ના આંકને આંબી ગયા છે.ધો.10-12ની આ પરીક્ષામાં આ વર્ષે ધો.12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા અગાઉ દેવાઈ ગઈ છે અને તેના માર્ક્સ પણ બોર્ડને મોકલાઈ ગયા છે.

ભાવનગરમાં ધો.10માં 5 વર્ષમાં છાત્રોની સંખ્યા
વર્ષ 2015 2016 2017 2018 2019

છાત્રો 46,461 45,716 48,426 50,140 53,117

ધો.12ના બન્ને પ્રવાહના વિદ્યાર્થી�ઓની યાદી
પ્રવાહ વિદ્યાર્થી�ઓ

સામાન્ય પ્રવાહ 22,928

વિજ્ઞાન પ્રવાહ 5,958

કુલ 28,886

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો