તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતની ટીમ કાંઇ કમ નથી ગ્રુપની ટીમો સબળી હતી : કાશી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ખાતે રમાઇ રહેલી 69મી સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમે તેની તમામ લીગ મેચોમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, આ અંગે ઇન્ટરનેશનલ ખેલાડી કાશી રાજને જણાવ્યુ હતુકે, અમારા ગ્રુપની તમામ ટીમો સારી હતી, ગુજરાતની ટીમ અને ખેલાડીઓ કાંઇ કમ નથી પરંતુ હરિફ ખેલાડીઓ અમારાથી વધુ સારો દેખાવ કરવામાં સફળ રહ્યા હતા.

છેલ્લા બે વર્ષથી અંતિમ 8 ટીમોમાં સ્થાન મેળવવામાં સફળ રહેનાર ગુજરાતની ટીમને ઘરઆંગણે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. ઇન્કમટેક્સના ખેલાડી કાશી રાજને જણાવ્યુ હતુકે, અમારા પૂલમાં ગત વર્ષની ચેમ્પિયન તામિલનાડુ, બ્રોન્ઝ મેડલ વિનર પંજાબ, કર્ણાટક સહિતની બેસ્ટ ટીમો હતી. કાશીના મતે બાસ્કેટબોલમાં ખેલાડીઓને ક્રિકેટની સરખામણીમાં ખાસ કાંઇ મળતુ નથી.

ભારતનું બાસ્કેટબોલ સ્તર સુધરતુ જાય છે, સતનામસિંઘ અને અમરીતપાલસિંઘ વિદેશી લીગમાં રમી રહ્યા છે. એશિયામાં ભારત ટોપ 10માં સામેલ છે. ફેડરેશન ઘરઆંગણે ગેમને સુધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. ગુજરાતમાં ખેલાડીઓને અન્ય રાજ્યની સરખામણીએ મેચ પ્રેક્ટિસ ઓછી મળે છે, અહીં સ્થાનિક ટુર્નામેન્ટો હોવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...