તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિબંધિત પ્લાસ્ટિકના પાણીના પાઉચ પ્રશ્ને તંત્ર પાણીમાં બેસી ગયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય માટે મોટા ખતરારૂપ અનઅધિકૃત પ્લાસ્ટિકના વપરાશ પર પાબંધી છતાં જગજાહેર પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે શહેરમાં ઠેરઠેર પીવાના પાણી માટે પ્લાસ્ટિકના પાઉચનો વપરાશ થાય છે. એકલદોકલ દુકાનોને દંડ કરીને બેસી રહેતા તંત્રએ ખરેખર તો મૂળમાંથી જ નેસ્તનાબૂદ કરવુ આવશ્યક છે.

પીવાના પાણીમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના પાઉચ આરોગ્ય માટે હાનિકારક હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ અનેક વખત સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સભ્યો દ્વારા પ્લાસ્ટિકના પાઉચ નો બેફામ ઉપયોગ થતો હોવાનો રોષ ઠાલવ્યો હતો. તત્કાલીન સમયે ચાર માસ પૂર્વે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરની જુદી-જુદી 4 ઘોઘા રોડ, સીદસર, સુભાષ નગર અને કામીનીયાનગર વિસ્તારમાં ચાલતી પ્લાસ્ટિકના પાઉચ બનાવવાની ફેક્ટરીને સીલ માર્યા હતા. તંત્ર હરકતમાં આવતા પ્લાસ્ટિકના પાઉચ નો તે સમયે વપરાશ ઓછો થઈ ગયો પરંતુ તંત્ર નિદ્રામાં જતા પુનઃ પ્લાસ્ટિકના પાઉચનો બિન્દાસ પણે ઉપયોગ શરૂ થઈ ગયો છે. તેમ છતાં તંત્ર દ્વારા તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી.

માત્ર નિયમો બનાવીને બેસી રહેવાથી તેનો ઉકેલ આવતો નથી. કોર્પો. દ્વારા અઠવાડિયામાં 3 વખત પ્લાસ્ટિક ડ્રાઇવ કરવામાં આવે છે તેમ છતાં ખુલ્લેઆમ ડર વગર પ્લાસ્ટિકના પાઉચનો ઉપયોગ થઈ રહ્યો છે.

તસવીર અજય ઠક્કર

પ્લાસ્ટિકના પાઉચ ની ફેક્ટરીઓ ધમધમી
મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દુકાનો અને કેબીનો પર જઈ પ્લાસ્ટિક ડ્રાઈવ કરી નાના જથ્થામાં પ્લાસ્ટિકના પાઉચ અને ઝબલાઓ કબજે કરે છે. પરંતુ જ્યાં તેનુ ઉત્પાદન છે ત્યાં કોઈ કાર્યવાહી કરાતી નથી. શહેરના છેવાડાના વિસ્તારોમાં પીવાનું પાણી ભરી પ્લાસ્ટિકના પાઉચ બનાવવાનો કારોબાર મોટા પાયે શરૂ થયો હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

પ્રોડક્શન જ બંધ કરાવાશે
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અઠવાડિયામાં ત્રણ દિવસ પ્લાસ્ટિક ડ્રાઈવ કરવામાં આવી રહ્યું છે તાજેતરમાં જ મહિલા કોલેજ સર્કલ પાસેથી પ્લાસ્ટિકના પાઉચ નો આખો ટેમ્પો ઝડપી દંડ ફટકાર્યો હતો. આગામી દિવસોમાં ચેકિંગ કરી પ્લાસ્ટિકના પાઉચનું પ્રોડક્શન જ બંધ કરાવવાના પગલાં ભરાશે. આર.જી.શુક્લા, કાર્યપાલક ઇજનેર, સોલીડ વેસ્ટ

અન્ય સમાચારો પણ છે...