દીપક ચોકથી શ્રી રામમંત્ર મંદિરનો રસ્તો ખખડધજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંસ્કાર મંડળ નાં દીપક ચોક થી શ્રી રામ મંત્ર મંદિર સુધીનો રસ્તો ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવ્યો હતો. ડ્રેનેજ લાઇન નું કામ ગોકળગતી એ ચાલતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે . આ રસ્તો અત્યારે બિસ્માર હાલત માં છે. આ માર્ગ તળાજા - મહુવા , કાળીયાબીડ , ભરત નગર અને બાડા ની વસાહત નો મુખ્ય માર્ગ હોવાથી તેમાં વાહનો ની ખૂબ વધુ અવર જવર રહેવા પામે છે. આ બિસ્માર માર્ગ પર અકસ્માત ની ઘટનાઓ રોજિંદી છે.

તા. ૧૧ ફેબ્રુઆરી નાં રોજ બપોરે સ્કુટર લઈને જતા એક સાસુ વહુ નો અકસ્માત થયો હતો. આ અકસ્માત માં વહુ નાં જમણા પગ ની બંને આંગળીઓ કપાઈ ગઈ છે અને સાસુ ને માથામાં ૧૫ ટાંકા આવ્યા છે તેઓ સર. ટી હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે. આ અંગે ભાજપા નાં પૂર્વ કોર્પોરેટર કિશોર ભટ્ટ દ્વારા કમિશનર અને સીટી. એન્જી ને તાત્કાલિક ધોરણે દીપક ચોક થી રામ મંત્ર મંદિર નો રસ્તો સત્વરે સમો કરાવવા અને આ માર્ગ ની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી. જેના જવાબ માં કમિશનર એમ.એ.ગાંધી દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરી ને ટુંક સમયમાં આરસીસી નો રોડ બનાવવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...