રીયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગક્ષેત્રે રાજય સકારશ્રીનું ક્રાંતિકારી વલણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીયલ એસ્ટેટક્ષેત્રમાં અને કન્ટસ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝમાં ભારે વેગ આપાવની શક્યતા બતાઇ રહી છે.

તાજેતરમાં જ તા.23/9/19 ના રોજ અમદાવાદ ખાતે \\\"\\\"ગ્રોથ એમ્બેસેડર સીમીટ-2019\\\'\\\' નું ભવ્ય આયોજન ઓલફેડાઇ ગુજરાત દ્વારા થયેલું જેમાં સમગ્ર ગુજરાતનાં અગ્રણી િબલ્ડસર્સ-ડેવલપર્સ અને એન્જીનીયર્સ ઉપસ્થીત રહ્યા હતા. જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ગુજરાત રાજયનાં પ્રવર્તમાન મુખ્યમંત્રી માન િવજયભાઇ રૂપાણી સાહેબે, રીયલ એસ્ટેટ ક્ષેત્રે અને બાંધકામ ઉદ્યોગક્ષેત્રને વેગ આપવાના હેતુથી ક્રાંતિકારી િનર્ણયો, ગુજરાતનાં અગ્રણી િબલ્ડર્સ સમક્ષ જાહેર કર્યા. મને કહેતા આનંદ થાય છે કે, પીએટા સંસ્થાના હોદ્ેદારો તરીકે આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સાક્ષી બનવાની તક પ્રાપ્ત થઇ હતી.

રાજય સરકારનો એક હકારાત્મક અિભગમ એ રહ્યો કે કોઇપણ સંજોગોમાં મની ટ્રાસેંકશન ફાસ્ટ અને વધુમાં વધુ થાય.

ખાસ કરીને શહેરી વિકાસ ક્ષેત્રોને આયોજનબધ્ધ વેગ આપવા સાથે ખાનગી અને જાહેર જમીનો પરની ઝુપડપટ્ટી વસાહતો વાળાને સુવિધાયુક્ત આવાસ મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2022 સુધીમાં તમામ જરૂરીયાતમંદ આવાસબધ્ધ થાય તેવો િનર્ણય કર્યો. િવશેષમાં ટીપી એક્ટના 100 વર્ષના ઇિતહાસમાં પ્રથમવાર એક જ વર્ષમાં 100 જેટલી ટીપીસ્કીમ મંજુર કરવાની િસધ્ધી મા.મુખ્યમંત્રીશ્રીએ હાંસલ કરી છે. ચાલુ વર્ષમાં માત્ર ન માસના સમય ગાળામાં 75 ટીપી સહીત 8 ડી.પી. ને મંજુરીઓ આપી આયોજનબધ્ધ શહેરી િવકાસની સંકલ્પ વધતા દર્શાવી છે. સાથે સાથે શહેરના બાંધકામ િનયમોમાં પણ જે વંધા સુચનો કે ક્ષતિઓ હતી. જેની રજુઆત શહેરની અગ્રણી સંસ્થા પીએટા દ્વારા તેમજ ક્રેડાઇ ભાવનગર દ્વારા સતત રજુઆત સરકારશ્રીમાં થતી રહી. બાંધકામક્ષેત્રમાં એક અલગ નજર થી જોઇએ તો, અત્યાર સુધી ટીપીકલ ઇમારતો બનતી જોવા મળતી હતી. પરંતુ અત્યારે રોજ સવાર પડેને કઇક નવુ જ જોવા મળે, રોજ નવીનતમ પ્રોડક્ટસ માર્કેટમાં જન્મ લેવા માંડી છે. જેના કારણે શહેરનાં આર્કીટેક્સ અને એન્જીન્યર્સ પોતાની એક િવશિષ્ટ ક્રીએટીવીટીથી અદ્યત્તન ઇમારતોને આકાર મળવા લાગ્યો. જેના કારણે આસપાસનાં િવસ્તારમાં પણ તેવી ઇમારતો ને લગોલગ ડીઝાનો બનવા લાગી. હાલમાં બાંધકામક્ષેત્રમાં એક નવિનતમ દ્રષ્ટ્રીનું પરિણામ જોઇ રહ્યાં છીએ.

આજકાલ રીયલ એસ્ટેટ અને બાંધકામક્ષેત્રમાં પરિવર્તન અને ક્રાંતિ અગ્રીમ ટોચ ઉપર પહોંચ્યુ છે. અદ્યત્તન મકાન, બંગલો, કોર્પોરેટ ઓિફસ, હોટેલ ઇમારતો ઇન્ડસ્ટ્રીયલ ઇમારતની અંદર ઇન્ટીરીયર પણ લગોલગ િકંમતથી થવા લાગ્યા છે. જેટલી િકંમત બાંધકામ કે ઇમારતની થાય છે. તેટલી જ કિંમત ઇન્ટીરીયલર અને ફર્નિચરમાં થવા લાગી છે.

બાંધકામ મટીરીયલ્સમાં પણ રોજબરોજ નવિનતમ પ્રોડક્ટ, લેટેસ્ટ અપડેટ સાથે માર્કેટમાં મુકામે રહી છે. ખરા અર્થમાં રીયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં ક્રાંતિ આવી રહી છે.

જયારે રીયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો થતા હોય ત્યારે તમામ સ્તરે આિર્થક સધ્ધરતા વધવાની તક સંભવ બને છે અને જેના કારણે શહેર G.D.P. દર ચોક્કસ પણે ઉંચો આવે જ તેમાં જરા પણ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે...