તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરણેજ રેલવે સ્ટેશનને બી કેટેગરી આપવા માંગ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 11 જાન્યુઆરી

ભાવનગર રેલવેમાં અમદાવાદ-બોટાદ વચ્ચે બ્રોડગેજ કન્વર્ઝનનું કાર્ય ચાલુ છે તે દરમ્યાન ફ્લેગ સ્ટેશન બનાવી દેવાયેલ અરણેજ રેલવે સ્ટેશનને બી કેટેગરીનો દરજ્જો આપવા માંગ ઉઠવા પામી છે. ભાવનગરથી અમદાવાદ જતાં માર્ગમાં આવતાં આ સ્ટેશન સાથે ભાવનગરી�ઓ ધાર્મિક ભાવ સાથે સંકળાયેલા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધોળકા તાલુકાનું અરણેજ રેલવે સ્ટેશન એક વિશ્વ વિખ્યાત અને ઐતિહાસિક યાત્રાધામ છે. અહીં રોજ 2થી 5 હજાર યાત્રાળુ�\\\" દર્શનાર્થે આવે છે. એટલું જ નહીં દર પૂનમે અહીં 10થી 12 હજાર લોકો યાત્રાએ આવે છે તથા વરસમાં 4 પ્રસંગોએ મળીને લાખો લોકો અહીં દર્શનાર્થે આવે છે.

તાજેતરમાં બોટાદ અમદાવાદ વચ્ચે બ્રોડગેજ કન્વર્ઝન ચાલુ છે. ત્યારે આ મહત્વના સ્ટેશનને ફ્લેગ સ્ટેશન બનાવી દેવામાં આવ્યું હોઇ આ સ્ટેશનને બી કેટેગરીનો દરજ્જો આપવા માંગ ઉઠી છે. બી કેટેગરીનો દરજ્જો આપવામાં આવે તો આ સ્ટેશનને તે સ્થળના મહત્વને અનુરૂપ વધુ સુવિધા પણ મળી શકે તેમ છે.

અરણેજ તારાપુર સર્વે થઇ ગયો છે
અરણેજથી તારાપુરની લાઇનનો સર્વે પણ થઇ ચૂક્યો છે. અને તે માટેનું બજેટ પણ અગાઉ ફાળવવામાં આવ્યું છે. જો આ પ્રોજેક્ટ ઝડપથી અમલમાં મૂકવામાં આવે તો 82 જ્ઞાતિના કુળદેવીના દર્શનાર્થે આવતા લોકોને તે સરળ પડી શકે તેમ છે. એટલું જ નહીં, અરણેજથી તારાપુર સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતનું પ્રવેશ દ્વાર પણ બની શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...