Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજકેટમાં છોકરીઓ કરતા છોકરાઓની સંખ્યા બમણી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.31 માર્ચને મંગળવારે ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની કસોટી લેવામાં આવશે. આ કસોટીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 1,25,781 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં આ કસોટી માટે કુલ 5,412 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં નોંધપાત્ર બાબત એ છે કે છોકરીઓ કરતા છોકરાઓની સંખ્યા બમણાથી વધારે નોંધાઇ છે. ભાવનગરમાં છોકરાઓની સંખ્યા 3636 અને છોકરીઓની સંખ્યા 1776 નોંધાઇ છે.
તા.31 માર્ચે ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીમાં એડમીશન માટે ગુજકેટની કસોટી લેવામાં આવશે.ભાવનગર શહેરમાં કુલ 25 બિલ્ડિંગમાં 274 બ્લોક ખાતે આ કસોટી લેવામાં આવશે. જેમાં કુલ 5,412 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ કસોટી માટે ઝોનલ ઓફિસ માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ, હલુરીયા ચોક, ભાવનગર રહેશે જ્યાં ઝોનલ અધિકારી તરીકે પ્રતિપાલસિંહ ગોહિલ રહેશે. જ્યારે બોર્ડની વ્યવસ્થા રાજુભાઇ ભટ્ટ સંભાળશે. આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 4644, અંગ્રેજી માધ્યમમાં 767 અને હિન્દી માધ્યમમાં 01 પરીક્ષાર્થી નોંધાયા છે.
ક્યા ગ્રુપના કેટલા વિદ્યાર્થી
ગ્રુપનો પ્રકાર સંખ્યા
એ ગ્રુપ 1776
બી ગ્રુપ 3634
એબી ગ્રુપ 02
કુલ વિદ્યાર્થી 5412