તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રે ઉષ્ણતામાનમાં બે ડિગ્રીના વધારા સાથે ઠંડીની તીવ્રતા ઘટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 13 ડિસેમ્બર

ભાવનગર શહેરમાં ડિસેમ્બર માસનો મધ્ય ભાગ આવી રહ્યો છે ત્યારે ઠંડીમાં વધઘટનો માહોલ અનુભવાઇ રહ્યો છે. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં રાત્રિના ઉષ્ણતામાનમાં 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 19.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જો કે બપોરે તાપમાન ઘટીને 27.3 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 29.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે આજે 1.8 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 27.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા બપોરે તાપમાન ઘટ્યું હતુ જ્યારે રાત્રે 24 કલાક અગાઉ ઉષ્ણતામાન 17.5 ડિગ્રી હતું તે આજે 1.9 ડિગ્રી વધીને 19.4 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતા રાત્રે ઠંડીની તીવ્રતા ઘટી હતી. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 60 ટકા રહ્યું હતુ. તો પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી.

ત્રણ દિવસથી રાત્રે તાપમાનમાં વધારો
તારીખ લઘુત્તમ ઉષ્ણતામાન

13 ડિસેમ્બર 19.4 ડિગ્રી સેન્ટીગ્રેડ

12 ડિસેમ્બર 17.5 ડિગ્રી સેન્ટીગ્રેડ

11 ડિસેમ્બર 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ

અન્ય સમાચારો પણ છે...