તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીની બે બાઇક સાથે ત્રણ શખ્સના નામ ખુલ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર એલ.સી.બી પોલીસે ચોરીની બે બાઇક સાથે બે આરોપીને ઝડપી લઇ તેની પુછતાછ કરતા સુરતમાં રહેતા ભરતએ આ બન્ને આરોપીને બાઇક વેચી હોવાનુ જાણવા મળેલ છે. જેમાં અેલ.સી.બી પોલીસે મહુવા બાયપાસ રોડ કૈલાસ ટ્રાન્સપોર્ટ પાસેથી મહેશભાઇ ઉર્ફે મનિષ મગનભાઇ વાજાને (રહે મહુવા, મુળગામ અમરેલી) ચોરીના મો.સા નં. GJ-04-CK-4112 કિ.રૂ.25000 સાથે ઝડપી લઇ તેની પુછપરછ કરતા આજથી આશરે બે-અઢિ મહિના પહેલા મહુવાના હારૂનભાઇ હાજીભાઇ સમા હસ્તક ભરતભાઇ (રહે સુરત) પાસેથી મો.સા રૂ.27,500માં લીધેલ જે બાદમાં જાણવા મળેલ કે આ ગાડી ભરતભાઇએ સુરત મુકામે હીરા બાગ સામે આવેલ બેંક પાસેથી ચોરી કરીને હતી. મહુવા વીટીનગરના પાટીયા પાસેથી હારૂનભાઇ ઉર્ફે ગજની હાજીભાઇ સમાને (રહે અમરેલી, હાલ મહુવા) ચોરી કરેલ મો.સાનં. GJ-05-SB-4383 કિ.રૂ.25000 સાથે ઝડપી લઇ તેની પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે આજથી આશરે એક વર્ષ પહેલા ભરત દરબાર (રહે સુરત) પાસેથી આ મો.સા રૂ.30,000માં વેચાતી લીધી હતી.એલ.સી.બી પોલીસે બંને આરોપીને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...