તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભી વિદ્યાપીઠની પુન: સ્થાપના માટે કરાયેલા MOU વિસરાઈ ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર બ્યુરો | 11 જાન્યુઆરી

ભારતમાં આવેલ પ્રાચીન વિદ્યાપીઠો પૈકીની એક જિલ્લાનાં વલભીપુર ખાતે વલભી વિદ્યાપીઠ આવેલી હતી. અને આ ગૌરવંતો જાંજરમાન ઈતિહાસ ધરાવતી વલભી વિદ્યાપીઠને પુન: સ્થાપન કરવા માટે ગુજરાત સરકાર સાથે 2015ની અંદર વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત એટલે કે, આજથી ચાર વર્ષ પૂર્વે M.O.U. ( મેમોરન્ડ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ) કરવામાં આવ્યું હતું.

રાજય સરકાર દ્વારા એક ડગલુ આગળ ચાલી ને રૂ.200 કરોડની જંગી રકમ સાથે એમ.ઓ.યુ.કરનાર વંદે યુવા ભારત ટ્રસ્ટનાં ટ્રસ્ટી સાથે હકારાત્મક રીતે અથવા તો ટ્રસ્ટને પ્રોત્સાહીત કરતો એક પણ મેસેજ આજ સુધી આપવામાં આવ્યો નથી. એમ.ઓ.યુ.કરનાર ટ્રસ્ટ દ્વારા એવી શરત કરવામાં આવેલ કે, વલભી વિદ્યાપીઠની સ્થાપના માટે જરૂરીયાત પુરતી જમીન સરકાર આપે જયારે બાકીનું તમામ સ્ટ્રકચર પાછળ રૂ.200 કરોડનો ખર્ચ આ સંસ્થા કરે એક સમયે જયારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં. તે સમયે વલભીપુરની મુલાકાતે આવેલા ત્યારે કલ્યાણપુર રોડ ઉપર તેમજ હેલી પેડ વાળી જગ્યા વલભી વદ્યાપીઠ માટે આપવાની ર્ચચા થઇ હતી. અલબત્ત ત્યારપછી રાજયમાં સરકાર બદલાતા બીત ગઇ સો બાત ગઇ ની જેમ જે તે સમયે કરવામાં આવેલા એમ.ઓ.યુ.વર્તમાન સરકાર વીસરી જતી હોય તેમ લાગે છે.

વલભી વિદ્યાપીઠનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના ભાવનગરનાં પ્રવાસ દરમ્યાન તેમજ અન્ય જિલ્લા ખાતે પણ અવાર નવાર ઉલ્લેખ કરેલ છે આવી ગૌરવવંતી વલભી વિદ્યાપીઠની પુન:સ્થાપના માટે હાલ શુસુષ્પ્ત હાલતમાં અથવા તો રાજકિય રીતે કોમામાં સરી ગઇ હોય તેમ જણાય છે. તા.18 જાન્યુઆરી થી 9મો વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમીટ શરૂ થયા જઇ રહ્યો છે ત્યારે કમસેકમ વલભી વિદ્યાપીઠ અંગેનો થયેલો એમ.ઓ.યુ.અંગેનો સળવળાટ થાય તે જરૂરી છે.

સરકાર માત્ર અમને જમીન આપે
વલભીપુરમાં હાલમાં સરકારી પડતર જમીન ઘણીમાત્રામાં છે. અમને સરકાર માત્ર જમીન આપે તો અમો હજુ પણ વલભી મહાવિદ્યાલયની પુન:સ્થાપના કરવા તત્પર છીએ. ગગજી સુતરીયા, વંદે યુવા ભારત ટ્રસ્ટ સ્થાપક.

અન્ય સમાચારો પણ છે...