તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો ડાબો પંજો કાંટાળી વાડમાં ફસાયો હતો : 6 કલાકનું સફળ રેસ્ક્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલીતાણા શેત્રુંજય ડુંગર વિસ્તાર અને આજુબાજુના ગામોમાં દીપડાનો વસવાટ વધ્યો છે.એટલે હવે બૃહદ ગીર નાં વિસ્તારોમાં પણ વન્ય પ્રાણીઓ આવી પહોંચે છે. પાલીતાણા તાલુકા નાં આદપુર નજીકના વાડી વિસ્તારમાં વેહલી સવારે દીપડો વાડીમાં આવી ગયો હતો. ત્યારે વાડી ફરતે ની તારની વાડ માં ફસાઈ ગયો હતો. આ અંગે વનવીભાગને જાણ કરાતાં તેઓએ આવી ને દીપડાને પાંજરે પૂર્યો હતો.

પાલીતાણા ડુંગર અને આસપાસ નાં વિસ્તારોમાં દીપડાના સતત આંટાફેરા જોવા મળે છે. ત્યારે દીપડો શિકાર કે પાણીની શોધમાં જીવાભાઈ નાનુભાઈ માટિયા ની વાડીમાં પહોંચ્યો હતો. અને વાડ માં ફસાયો હતો. સવારે માલઢોર ચારતા લોકોએ દીપડાને જોયા બાદ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ નાં સ્ટાફે દોડી આવીને પાંચ - છ કલાકની જેહમત બાદ મહા મેહનતે દીપડાને રેસ્ક્યુ કર્યો હતો. દીપડાના વધી રહેલા આંટાફેરા નાં પ્રશ્ને માલધારીઓ અને ખેડૂતોને હેરાનગતિ વધી છે.

ગાર્ડે સુચના આપી, ટીમ સાથે પહોંચ્યો, દીપડાને બેભાન બનાવ્યો અને બચાવ્યો
ફર્સ્ટ પર્સન | હું મારા કવાટર પાસે હતો ત્યારે 12.30 આસપાસ મારો ગાર્ડ આવીને દીપડાના વાડમાં ફસાયા હોવાની માહિતી આપી ગયો. તાબડતોબ હું મારા 11 વ્યક્તિઓના સ્ટાફ ની સાથે પિંજરું , કટર , લાકડીઓ , દોરડા અને લીલું કપડું લઈને ઘટના સ્થળે પહોંચ્યો. 1 વાગે ત્યાં પહોંચીને અમે સૌ પ્રથમ લોકોની ભીડ ને ત્યાંથી દૂર કરી અને વાડીનો મોટો દરવાજો બંધ કરી નાખ્યો. ત્યારબાદ દીપડાની પરીસ્થીતી નું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું. દીપડો 10 વર્ષનો નર હતો. વેહલી સવારથી ફસાયેલો હોવાના લીધે અને છૂટવાના તમામ પ્રયત્નો કરી લેવાના લીધે ખૂબ થાકેલો હતો. વેટરનરી ડોક્ટર ને પહેલેથી જ જાણ કરી દેવામાં આવી હતી. તેઓ મહુવા થી 3 વાગ્યે અહી પહોંચ્યા. દીપડાને બંદૂક વડે સાથળ પાસે ટ્રેંક્યુંલાઇઝ કરવામાં આવ્યો. ડૉ.દેસાઈ નાં દીપડો બેભાન થઈ ચૂક્યો છે તેવું જણાવાયા બાદ રેસ્ક્યુઅર દ્વારા તારને કાપી ને દીપડાને કાઢવામાં આવ્યો. દીપડાને ડાબા પગનાં પંજા માં ઇજા થઈ છે એ સિવાય શરીર પર ઉઝરડા પડેલ છે. ત્યારબાદ ઘા સાફ કરીને દીપડાને પાટો બાંધી પિંજરામાં મૂકવામાં આવ્યો . રાત્રે 8 વાગ્યા સુધી દીપડાને વડાળ ખાતે પશુ હોસ્પિટલ માં રાખવામાં આવ્યો ત્યારબાદ જેસર ખાતે ટ્રાન્સફર કરાયો છે. વત્સલ પંડ્યા આર.એફ.ઓ.પાલીતાણા

અઢી માસ પહેલા પણ દિપડો દેખાયેલ
પાલીતાણા આજથી અઢી મહિના પહેલા પણ પાલીતાણાની મેઈન બજારમાં દીપડો ઘરમાં આવી ગયો હતો. આ બચાવ કાર્ય પણ વત્સલ પંડ્યા દ્વારા જ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...