અકસ્માતને નોતરે ગૌરવ પથનું મંદગતિનું કામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ છેલ્લા બે માસ ઉપરાંતથી નારી ચોકડીથી દેસાઈનગર સિક્સ લેન રોડનું કામ શરૂ થયું છે પરંતુ તે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધતા હવે નાના-મોટા અકસ્માતો બનવા લાગ્યા છે. નારીચોકડી આસપાસ રોડની બન્ને સાઈડ ખોદાણ થઇ ગયેલ છે પરંતુ તેને પુરાણ કરીને કામ પુરુ કર્યું નથી. રાત્રે લાઈટના આછા અજવાળામાં મોટા અકસ્માતનો સતત ભય રહે છે. એટલે નારીચોકડી થી આખલોલ પુલ સુધીનું કામ તાત્કાલિક પૂર્ણ કરવું જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...