તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જોબ બ્રિજની શરૂઆત કરવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જોબ બ્રિજની શરૂઆત કરવામાં આવી
ભાવનગર : મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જોબ બ્રિજની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત જે વ્યકિતને નોકરીની જરૂરીયાત હોય તેને લાયકાત મુજબ કંપનીમાં સંપર્ક કરાવી આપવામાં આવશે. અને યોગ્ય નોકરી મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે. એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે ભાવનગર ખાતે રવિવારે 10 થી 12માં સંપર્ક કરવો.

હરતુ ફરતુ પુસ્તકાલય વાંચન માટે લોકોના દ્વાર સુધી આવશે
ભાવનગર : વિજ્ઞાનનગરી દ્વારા હરતુ ફરતુ પુસ્તકાલય શરૂ કરેલ છે. આજે વિકટોરીયા પાર્ક, વિજયરાજનગર સર્કલ, દેવુબાગ ઉકાળા કેન્દ્ર, વિદ્યાનગર ચોક, ફુલવાડી ચોક, ભગવતી સર્કલ, SBI ATM પાસે કાળીયાબીડ, સાગવાડી થઇ પાસે કાળીયાબીડ થઇ વિજ્ઞાનનગરી આંબાવાડી ભાવનગર ખાતે પરત ફરશે.

સરદારનગર માતંગી મંદિરે ભજન સંધ્યા, મહાઆરતી કરાશે
ભાવનગર : માતંગી મંદિરે તા.12ના 578મી રવિસભામાં સવારે 8 કલાકે સર ટી.હોસ્પીટલના પ્રસૃતા વિભાગના બહેનોને અનય વિરલકુમાર ત્રિવેદી દ્વારા શિરાનુ વિતરણ, બંકિમભાઇ પ્રવિણચંદ્ર શાહના સહયોગથી બાળકોના વોર્ડમાં ફળ વિતરણ, સાંજે 7 કલાકે મહાઆરતી તથા ભજન સંધ્યા રાખેલ છે.

પીએનઆર સોસાયટીમાં પાર્કિસન્સ અંગે વિનામૂલ્યે માર્ગદર્શન અપાશે
ભાવનગર : પાર્કિન્સન્સ સોસાયટી દ્વારા વિકસાવેલ કસરત પધ્ધતિઓથી વિનામૂલ્યે પી.એન.આર.હોસ્પીટલ વિદ્યાનગર ભાવનગર ખાતે દર રવિવારે સવારે 10-30 થી 12-30 અને ગુરૂવારના સાંજે 5-30 થી 6-30 દરમ્યાન , પાર્કિન્સન્સ જેવી અસાધ્ય બિમારીમાં રાહત આપવા આહાર વિહાર અને કસરત અંગેનુ માર્ગદર્શન અપાશે. દર્દીઓને મેડીસીન તથા રિક્ષા સહાય પણ અપાય છે. વધુ માહીતી માટે 9374865307નો સંપર્ક કરવો.

શિશુવિહારમાં ફિઝિઓથેરાપી સેન્ટર, જિમ્નેશિયમમાં તાલીમ અપાશે
ભાવનગર : શિશુવિહાર સંસ્થામાં શેઠ પરિવારના વિશેષ સહકારથી તથા સહજાનંદ ઇન્સ્ટિટયુટના નિષ્ણાંત દ્વારા સંચાલીત ફિઝીયોથેરાપીમાં મગજના પોલીયોની તકલીફવાળા બાળકોની વિશેષ સારવાર કરવામાં આવેલ છે. તેમજ સવારે 9-30 થી 12-30, સાંજે 4 થી 7 ચાલતા ફિટનેશ સેન્ટરમાં યુવક, ભાઇ, બહેનોએ તાલીમ લેવા પધારવુ.

ભાવનગર માર્કેટયાર્ડમાં મકરસંક્રાતિ તહેવાર નિમિતે હરાજી બંધ રહેશ
ભાવનગર : માર્કેટયાર્ડ ચિત્રામાં તા.14,15ના મકર સંક્રાતિનો તહેવાર હોવાથી અનાજ, કઠોળ, તેલીબીયા, ડુંગળીની જાહેર હરાજીનુ કામકાજ બંધ રહેશે. જેની ખેડુત,વેપારીભાઇઓ તેમજ વાહન માલીકોએ નોંધ લેવા માર્કેટયાર્ડ દ્વારા જણાવાયુ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ ઉજવાશે
ભાવનગર : તા.7-2 શુક્રવારના રોજ ગુર્જર કડિયા જ્ઞાતિ ભાવનગર શ્યામ સત્સંગ હોલ ખાતે ધામધુમથી વિશ્વકર્મા જયંતિ નિમિતે સવારે 8થી કડીયાકામ કારીગરો, જ્ઞાતિજનો દ્વારા તેમના હથીયાર, સાધન સામગ્રીની તથા વિશ્વકર્મા દાદાની પુજા,અર્ચના રાખેલ છે. બાદ ભોજન પ્રસાદ રાખેલ છે. દરેક જ્ઞાતિજનોએ જ્ઞાતિ કાર્યાલયથી ભોજન પાસ મેળવી લેવા તેમજ સાંઇનાથ લોજ સરદારનગર, મહેશભાઇ યાદવ લક્ષ્મીમંડપ મુનીડેરી પાસેથી તા.31 સુધીમાં મેળવી લેવા.

ચિન્મય મિશન દ્વારા ભજ ગોવિંદમનુ અધ્યયન, શ્લોક ગાન કરાશે
ભાવનગર :ા ભજ ગોવિંદમનુ અધ્યયન રવિવારે સવારે 10 થી 11 સી204 હિમાલયા સ્કાઈઝ, ઇસ્કોન પાસે વિકટોરીયા પાર્કની સામે સ્ટડી ગૃપ કલાસ ચાલે છે. જેમા પહેલા શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 સાંખ્યયોગના શ્લોકનુ ગાન કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન શંકરાચાર્ય દ્વારા વિરચિત ભજ ગોવિંદમનુ અધ્યયન કરવામાં આવશે.

સ્વસ્થ અને નિરોગી રહેવા ફ્રીમાં યોગ તેમજ પ્રાણાયામ કરાવાશે
ભાવનગર : ભાઇઓ,બહેનો માટે રોજ સવારે 6-45 થી 8 પ્રાણાયામ, યોગ જશુભાઇ જાની પતંજલિ વાઘાવાડી યોગ કેન્દ્ર પ્લોટ નં.2141/એ/2 નીરમા બસ ડેપોની સામે હિલડ્રાઇવ ખાતે કરાવાશે.

ભાવનગર પ્રથમ વખત બાઉન્સબેક માર્ગદર્શન સેમિનાર યોજાયો
ભાવનગર : ભાવનગરના આંગણે સૌપ્રથમ વખત નવા ધંધાર્થીઓ, બિઝનેસ મેનેજર, એકમ માલિકો તથા વિદ્યાર્થીઓ માટે ડો.વિવેક બિન્દ્રા દ્વારા લાઈવ મોટિવેશનલ \\\"BOUNCE BACK BHAVNAGAR \\\" સેમિનારનું ઈસ્કોન ક્લબ ખાતે તા.2જી ફેબ્રુઆરીના રોજ આયોજન કરાયુ હતુ.જેમા ડો.વિવેક બિન્દ્રાએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

ભાવનગર ગોહિલવાડી રામી માળી જ્ઞાતિ દ્વારા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ
ભાવનગર : તા.11,12 શનિવાર રવિવારના ભાવ યુનિ.ના સીડ ફાર્મ મેદાનમાં ટેનીસ ટુર્નામેન્ટ રમાડાશે. જેનુ ઉદઘાટન પ્રકાશભાઇ કાનજીભાઇ મકવાણાના હસ્તે સવારે 9 કલાકે કરવામાં આવશ.આ ટુર્નામેન્ટનુ સમાપન રવિવારે સાંજે 5 કલાકે કરવામાં આવશે.

ભાવનગર દશાશ્રીમાળી કંઠીબંધ વણિક જ્ઞાતિનો ઇનામ વિતરણ સમારોહ
ભાવનગર : ભાવનગર દશાશ્રીમાળી કંઠીબંધ વણિક જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આજે યશવંતરાયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તથા ગત વર્ષ દરમ્યાન શૈક્ષેણિક ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનારનો સન્માન સમારંભ બટુકભાઇ ભાલાલાના અધ્યક્ષપદે તેમજ દાતાઓ અને અતિથિવિશેષોની હાજરીમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો