તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બુધવારે ભાવનગરના ગગનમાંથી પસાર થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.16 જાન્યુઆરીને બુધવારે વહેલી સવારે એક ખગોળીય ઘટના ઘટવાની છે જેમાં ભાવનગરના ગગનમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પસાર થતું જોવા મળશે. તા.16 જાન્યુઆરીને મંગળવારે વહેલી સવારે 6.17 કલાકે ઉત્તર-પશ્ચિમ દિશામાં આ ઇન્ટર નેશનલ સ્પેસ સેન્ટર એકપ્રકાશિત ગોળા સ્વરૂપે સપ્તર્ષિની પશ્ચિમ તરફથી આવતું દેખાશે.

આ અવકાશીયાન પૃથ્વીથી સરેરાશ લગભગ 400 કીમીની ઊંચાઈ પર રહીને પૃથ્વી ગોળ-ગોળ ફરયા કરે છે.આ યાન 28,000 કિમી./ પ્રતિ કલાકની ગતિએ પૃથ્વીને ચક્કર મારી રહ્યું છે. 90 મિનિટમાં પૃથ્વીને એક આંટો મારી લે છે.

સ્પેસ સ્ટેશનનું શહેરના ગગનમાં ટાઇમ ટેબલ
À બુધવારે સવારે 6.17.00 કલાકે, ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નામનું અવકાશી યાન, કે જેમાં કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ રહેલ તે એક મોટા પ્રકાશિત ગોળા સ્વરૂપે સપ્તર્ષિની પશ્ચિમ તરફથી આવતું દેખાશે.

À 6.18:24 કલાકે આ અવકાશી યાન માથા પરના પિળાશ પડતા કેસરી રંગ ના સ્વાતિ નામના તારા થી થોડું દક્ષિણ-પશ્ચિમ બાજુ આવી પહોંચશે અને આગળ નિર્ધારિત માર્ગ મુજબ દક્ષિણ-પૂર્વ તરફ પ્રયાણ કરતું જોવા મળશે.

À 6:20:00 કલાકે આ યાન, દક્ષિણ-પૂર્વ ના આકાશ માં આધિપત્ય ધરાવતા બે પ્રકાશિત તારા (હકીકતે ગ્રહો ), ઉપરનો વધુ ચમકતો શુક્ર અને નીચે ગુરુની જમણી બાજુએ, નજીકથી પસાર થતું જોવા મળશે. ત્યારબાદ તે જ દિશામાં �ઓઝલ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...