તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ-પત્ની અને પુત્રને છ માસની સાદી કેદની સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેસરના પ્રિન્સીપાલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ કલાસની કોર્ટમાં મારામારીના કેસમાં આરોપી વશરામ નાનજીભાઇ ઠાપા અને તેમના પત્ની ઇન્દુબેન અને પુત્ર કેલ ને કેટલીક કલમો નીચે સજા ફરમાવતો અને અમુક કલમો હેઠળ નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

બનાવ અંગેની વિગતો મુજબ ફરિયાદી કરમશીભાઇ જેરામભાઇ ઠાપાને ભેંસ ચરાવવા બાબતે થયેલ તકરારમાં લાકડી વડે મારમારી ઇજા પહોંચાડેલ જે અન્વયે પોલીસ ફરિયાદ થયેલ. જેનો કેસ જેસરની પ્રિન્સીપાલ જયુ.મેજી.ફ.ક.ની કોર્ટમાં ચાલી જતા જજ મોમદકામીલ મલેકે હુકમ ફરમાવેલ છે કે આરોપી�ઓ સામે ગુન્હો પુરવાર થયેલ છે. કેટલીક કલમો હેઠળના ગુન્હામા નિર્દોષ છોડી મુકેલ છે.

તો અમુક કલમો હેઠળના શિક્ષાપાત્ર ગુન્હામાં તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદ અને રૂ.1000નો દંડ અને દંડ ન ભરે તો 1 માસની વધુ કેદ તથા અન્ય કલમો હેઠળના ગુન્હામા પણ સાદી કેદની સજા અને રોકડ દંડ ફરમાવેલ છે. આરોપીએ 30 દિવસમાં અપીલ કરવા માટે સમય આપી રૂ. 5000 ના જામીન અને તેટલી જ રકમના જાતમુકરજા ઉપર જામીન આપી મુક્ત કરેલ છે. આરોપી�ઓએ સેશન્સ કોર્ટમા અપીલ કરી રેગ્યુલર જામીન મેળવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...