તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ અધીકારીની માનવતા મહેંકી અને ભાવી ડોકટરની જીંદગી બચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસની છાપ સમાજમાં હંમેશા નેગેટીવ રહી છે. ત્યારે પોલીસમાં પણ માનવતા રહેલી હોય છે. જેની પ્રતિતી કરાવતી આ ઘટના પરથી સાકાર થઇ છે.જેમાં એક પોલીસ અધીકારીએ તેની ફૂલ જેવી સગ્ગી દિકરીની ચાલુ ટ્રીટમેન્ટ છોડી મુળ બોટાદના અને હાલ ભાવનગર ખાતે રહેતા અને એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવાનને તાત્કાલીક સારવાર અપાવડાવી તેની જીંદગી બચાવી છે.

ભાવનગર રેન્જ ડીઆઇજીના રીડર તરીકે સેવા બજાવતા પોલીસ ઇન્સ્પેકટર પી.વી.જાડેજા ની સગ્ગી દીકરીને તાવની ફરિયાદ હોય ડોકટરને બતાવતા તેમણે દીકરીના લોહી સહીતના રીપોર્ટ કરવા જણાવતા તેઓ દીકરીને લઇને કાળાનાળા ખાતે આવેલી લેબોરેટરીમાં રીપોર્ટ કરાવવા માટે ગયા હતા.જયા રીપોર્ટ માટે દિકરીનું લોહી લેવાની તૈયારી ચાલતી હતી.તે વખતે તેમની બાજુમાં લાઇનમા બેઠેલ માત્ર બાવીસ વરસનો યુવાન કે જે મુળ બોટાદના વતની છે. અને હાલ ભાવનગર ખાતે રહે છે. તથા ભાવનગર મેડીકલ કોલેજમા એમબીબીએસના ત્રીજા વરસમાં અભ્યાસ કરી રહયા છે.એવા ભાવી તબીબ દર્શનભાઇ પરેશભાઇ વાઘેલા ને પણ તાવ આવતો હોય ડોકરટરે તેમને પણ રીપોર્ટ કરાવવાનુ કહેતા તેઓ રીપોર્ટ કરાવવા આવ્યા હતા.

દરમ્યાન તેમને મગજમાં તાવ ચડી ગયો હતો.અને તેઓ બાકડા પર બેભાન થઇને પડી ગયા હતા.અને આ દ્રશ્ય જોઇને દિકરીની ટ્રીટમેન્ટ માટે આવેલા પોલીસ અધીકારીમાં રહેલી માનવતા બહાર આવી ગઇ અને તુરંતજ પોતાની દિકરીની ટ્રીટમેન્ટ અધુરી છોડી પેલા યુવાનને તાત્કાલીક સારવાર માટે પોતાના લાલ લાઇટવાળા સરકારી વાહનમાં આ યુવાનને તાત્કાલીક સારવાર માટે વાહનના ચાલક ગઢવીભાઇ ને સુચના આપી બજરંગદાસબાપા હોસ્પીટલમાં ખસેડયા હતા.

બજરંગદાસ હોસ્પીટલમાં સરકારી વાહન પહોંચતા કોઇ પણ પ્રકારની પ્રોસીજર કરાવ્યા વગર તુરંતજ ઇમરજન્સી સારવારમાં લેવાયા હતા.અને તબીબે પણ તે યુવાનને તપાસી જણાવેલ કે સારૂ થયું કે તમે આ યુવાનને સમયસર હોસ્પીટલમા લઇ આવ્યા કદાચ મોડા પડયા હોત તો શું થાત તે કહેવુ મુશ્કેલ હતુ.જો કે યુવાનને તાત્કાલીક સારવાર મળી જતા તેઓ જોખમ મુકત બન્યા હતા.જો કે સારવાર દરમ્યાન પોલીસ અધીકારીના વાહન ચાલક અની પોલીસ કર્મચારી ગઢવીભાઇ પણ સતત હાજર રહયા હતા.અને યુવાન ને તબીબે ભયમુકત જાહેર કર્યા પછી પોતે તેમના અધીકારી પાસે પરત ફર્યા હતા.જો કે તેમણે પેલા યુવાનના મામા વિનોદભાઇના કોન્ટેક નંબર લઇ લીધા હતા.અને પોતાની દીકરીની ટ્રીટમેન્ટ પુરી થયા બાદ પોલીસ અધિકારી જાડેજા ઘરે જવાના બદલે સીધા પેલા યુવાનની ખબર પુછવા બજરંગદાસ હોસ્પીટલ ખાતે પહો઼ચી ગયા હતા.અને ત્યાં ભાવી તબીબને નોર્મલ જોયા પછી તેમને હાશકારો થયો હતો.

ભાવી તબીબના દાદાને એટેક આવતા સારવારમાં હતા
ભાવી તબીબ દર્શનભાઇના દાદા કે જે નિવૃત શિક્ષક છે. તેમને એટેક આવી જતા સારવાર્થે ભાવનગરની ખાનગી હોસ્પીટલમા સારવાર હેઠળ હતા.અને તેમના પુત્ર એટલેકે દર્શનભાઇના પિતા પરેશભાઇ તેમના પિતા ચંદુભાઇ માસ્ટરની સારવારમાં રોકાયેલા હતા.

સરકારી વાહન જોતા ભત્રીજાને તાત્કાલીક સારવાર મળી
દર્શનભાઇના મામા વિનોદભાઇએ જણાવ્યું હતુ કે હા જાડેજા સાહેબે સરકારી વાહન ફાળવતા મારા ભત્રીજાને કોઇ પણ પ્રકારની પુછતાછ કે પ્રોસીજર વગર તાત્કાલીક સારવાર મળી હતી.જો કે મારા ભત્રીજાને ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હતો.હાલ તે સંપુર્ણ સ્વસ્થ છે. તે માટે ખરેખર જાડેજા સાહેબના અમે આભારી છીએ.

અન્ય સમાચારો પણ છે...