Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પરિશ્રમી પાટીદારોએ ભાવનગરનું મહત્વ હીરા ઉદ્યોગના ક્ષેત્રે વધાર્યું
દુષ્કાળમાં ગામડાઓમાં હીરા ઉદ્યોગે રોજગારી આપી
ગયા અઠવાડિયાના લેખમાં 1980 પછીના પ્રધાનમંડળે અલંગના િવકાસનું િવસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું તેજ રીતે ભાવનગરમાં કાચા હિરા વિદેશમાંથી લાવી પોલિશ કરવાનું કામ પણ શરૂ થયું હતું જેમાં કેટલાક અગ્રણીઓએ જેમાં માવજીભાઈ ચોગઠ, મનજીભાઈ રૂડા લાઠીવાળા, શામજીભાઈ પાલડીવાળા, શ્રીહરી ઘનશ્યામભાઈ ભડિયાદવાળા, િડવાઈન સ્ટાર વાળા કૌશિકભાઈ, કિશોરભાઈ માલદાર, અનિલભાઈ માલદાર (જેઓ જહાંગીરમિલના કર્મચારી ભીખાભાઈ માલધારીના પુત્રો) મહત્વનો ભાગ ભજવી ને હિરા પોલીશ કરવાના ઉદ્યોગને ભાવનગરનું હબ બનાવ્યું હતું. લાંબા વખતે ભાવનગરમાંથી સુરતના મોટા ઉદ્યોગપતિઓએ હોંશિયાર હિરાના કારીગરોને સુરત બોલાવતા ધીરે-ધીરે ભાવનગર કરતા સુરતનું મહત્વ વધ્યું હતું. 1984ના દુષ્કાળનો સામનો પણ આ રત્નકલાકારોની રોજગારીને કારણે સારી રીતે પસાર થયો હતો.
તેજ રીતે પ્લાસ્ટીકનું ઉદ્યોગનો વિકાસ પણ ભાવનગરમાં થયો હતો અને પ્લાસ્ટીકના દાણામાંથી અનેક વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. તે વખતે દાણા છૂટથી મળતા હતા. પરંતુ પછી તેની મોનોપોલી થયા તેવી પરિસ્થિતિ સર્જાતા રતિભાઈ મકવાણાને આ ઉદ્યોગમાં મહત્વનું સ્થાન મળ્યું હતું.
એજ વખતે ભાવનગરના બરો મ્યુનિસિપાલિટીમાંથી કોર્પોરેશનની રચના થઈહતી. જેના પ્રથમ મેયર પદે રમણીકભાઈ પંડયાને પસંદ કરવામાં આવ્યા હતા અને 35 સભ્યોને નોમિનેટ કરાયા હતા ત્યારપછી દોઢ વર્ષ પછી ચૂંટણી થઈ હતી.
આ તો થઈ ભાવનગરની વાત પરંતુ દેશમાં ઈન્દીરા ગાંધીની લોકસભામાં બહુમતી થવાથી વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે એક મોટો પડકાર પંજાબમાં શિખીસ્તાનની માંગણી થઈ હતી અને તેના આગેવાન તરીકે ભીંડરાનવાલે બનયા હતા. જોકે ઈન્દીરા ગાંધીને જીતાડવામાં ભીંડરાનવાલેનો સાથ હોવા છતાં ઈન્દીરા ગાંધીએ દેશની એકતાને પ્રાથમિકતા આપીને ભિંડરાનવાલે સામે પગલા લેવાના શરૂ કર્યાં હતા ત્યારે ભીંડરાનવાલે એ અમૃતસરના સુવર્ણમંદિરમાં કેટલાક ઘાતકશસ્ત્રો સાથે મોટા પ્રમાણમાં શીખીસ્તાનના સમર્થકોને એકત્ર કર્યાં હતાં. તેવી જાણ થતાં ભારતીય સેનાના કમાંડર વૈદ્યની સલાહથી સુવર્ણમંદીરમાં દાખલ થઈને આ સમર્થકોને પકડી લેવા જણાવતા સુવર્ણ મંદિરમાં એક પ્રકારના નાના યુદ્ધનું િનર્માણ થતા ભારતીય સેનાએ સુવર્ણ મંદિર લશ્કરી પગલા ભરતા ભીંડરાનવાલે મરાયા હતા અને પંજાબ િદલ્હીમાં સુવર્ણ મંદીર ધાર્મિક સ્થળ હોવાથી શિખોમાં ઈન્દીરા ગાંધી ટીકાપાત્ર બન્યા હતા અને દેશનો માહોલ મોટા પ્રમાણમાં ખરાબ થયો હતો અને ઈન્દીરા ગાંધીના 1 જનપથ બંગલાના ગાર્ડ શીખો હતા તેને દૂર કરવાની સલાહ પણ આપવામાં આવી હતી પણ સાહસિક ઈન્દીરા ગાંધીએ તેમને દૂર કર્યા ન હતા. અને તેથી જ 1984ના આ શિખગાર્ડોના ગોળીબારથી ઈન્દીરાગાંધીનું મૃત્યુ કરવામાં આવ્યું હતું. ગોળીબાર થયાના સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા અને ભારે શોકનો માહોલ ઊભો થયો હતો પરંતુ સત્તાવાર સૂત્રોએ તો એવી જાહેરાત કરી કે ઈન્દીરા ગાંધી ને લથબથ લોહી સાથે હોસ્પિટલમાં ખસેડાયા છે અને મૃત્યુના સમાચાર તો સત્તાવાર રીતે તો પાંચ-છ કલાક પછી તેમના અવસાનના સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા. કારણ કે વડાપ્રધાનનું નામ નક્કી કરવામાં આવ્યા પછી બીજી બાજુ વડાપ્રધાનપદ માટે તે વખતના બીજા નંબરના પ્રણવ મુખર્જી અને જ્ઞાની ઝૈલસિંઘ દાવેદાર હતા. પરંતુ ગાંધી કુટુંબનાં નજીકના આગેવાન કોંગ્રેસી અરૂણ નહેરુને બે કલાકમાં જ રાજીવ ગાંધીનું નામ પસંદ કરી લીધુ હતું.
- વધુ વિગતો આવતા અંકે...
ભાવેણાનો
ઋણાનુબંધ
પ્રતાપભાઇ શાહ
તંત્રી, સૌરાષ્ટ્ર સમાચાર