તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રીન સિટી દ્વારા રવિવારે વૃક્ષ વાવો ઇનામ જીતોનો ડ્રો યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરને હરિયાળુ બનાવવા કટિબદ્ધ ગ્રીન સિટી સંસ્થા દ્વારા તા.29 સપ્ટેમ્બરને રવિવારે સવારે 10.30 કલાકે દાતાઓનો સન્માન સમારોહ તથા ગ્રીન સિટી દ્વારા યોજાયેલી વૃક્ષ વાવો, ઇનામ જીતો યોજનાના ડ્રોનુ઼ આયોજન યરવંતરાય નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું છે.

આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પૂ.ગોસ્વામી આનંદબાવા ઉપસ્થિત રહેશે આ અવસરે યુવરાજ જયવીરરાજસિંહજી તથા લીલા ગ્રુપના કોમલકાંત શર્મા ખાસ ઉપસ્થિત રહેશે. વૃક્ષ વાવા ઇનામ જીતો યોજનાને શહેરમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ હાજર રહેશે. વૃષ વાવો, ઇનામ જીતો યોજનામાં ભાગ લેનારા તમામ તથા પર્યાવરણપ્રેમીઓને હાજર રહેવા ગ્રીન સીટીના દેવેનભાઇ શેઠે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...