રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝમાં જબરદસ્ત ક્રાંતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા ઘણાં સમયથી જાહેરક્ષેત્રમાં કે કોઇ ફંકશન, કે મેળાવડામાં ભેગા થઇએ ત્યારે સહુ કોઇના મોઢેથી એક જ સામાન્ય વાત સંભળાય અરે બજારમાં ખુબ જ મંદિ છે. હમણાં બીઝનેશ સ્લોડાઉન છે. માર્કેટમાં ઘરાકી જ નથી. આ વાત કરતા કરતા સહુના મગજ ઉપર, માનસ ઉપર માયુષી છવાઇ જાય. ખરા અર્થમાં માર્કેટની પરિસ્થિતી િવચારીએ તો મંદિ છે જ નહિ.

આજે આપણે અહિ રીયલ એસ્ટેટ અને બાંધકામક્ષેત્રની વાતો કરવાનાં છીએ.

આપણે સહુ જાણીએ છીએ કે માનવીની અતિ મહત્વની પ્રાથમિક જરૂરીયાત એટલે રોટી-કપડા ઔર મકાન કહેવાનો મતલબ એ છે કે, રીયલ એસ્ટેટ અને મકાન-ફલેટ-આવાસ ક્ષેત્રમાં માનવીની જરૂરીયાત હરહંમેશ રહી છે. એટલે આ ક્ષેત્રમાં મંદિની વાતતો છે જ નહી.

સાંપ્રત પરિસ્થિતીમાં િવચાર કરીએ તો ચાલુ સાલે સદ્નસીબે છેલ્લા ઘણા વર્ષોની સરખામણીમાં આપણા શહેરમાં સંપૂર્ણ વરસાદ થયો છે. પુરો 24 કેરેટ વરસાદ થવાથી પાણીને આનુસંગીક ઘણી જ નાની મોટી રોજગારી માર્કેટમાં ખુલતી રહે છે. પાણીની સમૃધ્ધીને કારણે અને સારા બીઝનેસને કારણે માર્કેટમાં મની ટ્રાન્ઝેકશન પ્રબળ બનશે. પૈસો, રૂપીયો માર્કેટનાં ફરતો થશે. લોકોની સમૃધ્ધી વધશે. સમૃધ્ધી વધવાની સાથે મૂળભૂત જરૂરીયાત જમીન-પ્લોટ-મકાન-દુકાન અને ઓફીસ જેવી મીલકત ખરીદીમાં પણ વૃધ્ધી થઇ રહી છે અને ખાસ ભારત સરકારશ્રીની ગાઇડલાઇન હેઠળ રાજય સરકારશ્રીના ક્રાંતિકારી વલણથી તેમના હકારાત્મક િનર્ણયથી બાંધકામ ક્ષેત્રમાં અને રીયલ એસ્ટેટક્ષેત્રમાં વૃધ્ધી લાવવા માટે અનેક પ્રકારનાં િનયમોમાં સુધારા વધારા કરીને રીલેકોશન આપવામાં આવ્યા. મહાનગરોમાં બાંધકામક્ષેત્રમાં જે ક્રાંતિ આવી છે. અનેક મલ્ટીસ્ટોરી, હાઇરાઇઝ િબલ્ડીંગો આકાર પામી છે. તેવી જ રીતે ભાવનગરમાં પણ અનેક હાઇરાઇઝ ઇમારતો આકાર પામે તે માટે સરાકર F.S.I. આપવા અને ત્વરીત મંજુરી આપવા કટીબધ્ધ બની છે. આ પરિસ્થિતીમાં રીયલ એસ્ટેટ અને બાંધકામક્ષેત્રનાં િવકાસને કોણ રોકી શકે તેમ છે ?

આપણે સહુ જાણીએ છીએ કે, ઘણાં વર્ષો પહેલાં મકાન બાંધકામ માટે હાઉસીંગ લોન લેવા માટે જમીન આસમાન એક કરવા પડતા હતા. આજકાલ પરિસ્થિતી સાવ િવપરીત છે. આજે રાષ્ટ્રીયકૃત બેંકો, ઉપરાષ્ટ્રીયકૃત બેંકો કે ખાનગી બેંકો સામે ચાલી આવીને મકાન -ફલેટ-દુકાન-ઓફીસ ખરીદવા લોન આપવા તત્પર થઇ છે. િવશેષમાં લેડીઝ મેમ્બર ઘરે કે ફલેટ ખરીદ કરે તો સરકારશ્રી િવશેષ રૂપમાં 2.67 લાખની સબસીડી આપે છે.

- જયોતિન્દ્ર અજવાળીયા

અન્ય સમાચારો પણ છે...