ભાવનગર અને રાજકોટની ટીમો વચ્ચે રવિવારે ફાઇનલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના વકીલોની બનેલી ટીમો વચ્ચે રમાઇ રહેલી અક્ષય ઓઝા મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ એલએફબી ભાવનગર અને ટીમ રાજકોટ વચ્ચે આગામી રવિવારે રમાશે. સેમિફાઇનલમાં ભાવનગરની ટીમે પાલનપુરને પરાસ્ત કર્યુ હતુ. સતત ચોથી મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ ઓલરાઉન્ડર રમ્ય ઉપાધ્યાયને આપવામાં આવ્યો હતો.

અત્રેના સર બીસીસીના મેદાન ખાતે સેમિફાઇનલમાં ભાવનગરની ટીમે 20 ઓવર્સમાં 5 વિકેટે 174 રન નોંધાવ્યા હતા. જેમાં નદીમ મહેતરના 66 રન, રમ્ય ઉપાધ્યાયના 41 રન, રાજદીપસિંહના અણનમ 33 રન મુખ્ય હતા. પાલનપુરની ટીમ 20 ઓવર્સમાં 9 વિકેટે 125 રન નોંધાવી શકી હતી. ભાવનગર વતી રમ્ય ઉપાધ્યાય અને વિશાલ રાઠોડે 2-2 વિકેટો ખેડવી હતી.

બીજી સેમિફાઇનલમાં રાજકોટની ટીમે 20 ઓવર્સમાં 218 રન નોધાવ્યા હતા. મિરઝાપુર અમદાવાદની ટીમ 20 ઓવર્સમાં 6 વિકેટે 206 રન નોંધાવી શકી હતી અને તેઓનો વિજય થયો હતો.

પાલનપુર સામે ભાવનગરનો વિજય થયો
અન્ય સમાચારો પણ છે...