તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવાર પર વાન ફરી વળતા પિતા પુત્રીના મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 24 ફેબ્રુઆરી

રાજુલા મહુવા રોડ પર આવેલ વાંગર પાસે રોડ પર મોટર સાયકલને મેજીકવાન ચાલકે હડફેટમાં લેતા મોટરસાયકલ પર સવારી કરી રહેલ બે બાળક તથા તેના માતા-પિતાને ગંભીર ઇજા થઇ હતી. જેમાં પિતા તથા પુત્રીનું મોત નિપજ્યું હતું જયારે માતા-પુત્રને ગંભીર હાલતે હોસ્પીટલ ખસેડાયા હતા.

મહુવા રહેતા નિકુલભાઇ નટુભાઇ સોલંકી તેના પત્ની પુનમબેન સોલંકી, પુત્ર દર્શન (ઉ.વ.4) અને પુત્રી સાધના (ઉ.વ.8) મોટર સાયકલ પર વિકટર ગામે લગ્ન પ્રસંગ પતાવી પરત મહુવા આવી રહ્યા હતા. ત્યારે વાંગર ગામ પાસે રોડની સાઇડ પર આ પરિવાર ઉભો હતો તે દરમિયાન રાજુલા તરફથી પુર ઝડપે મેજીકવાન ચાલકે પાછળથી આવી ઉભેલા પરિવારની ઉપર વાન ચડાવી દેતા પુત્રી સાધનાનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું જયારે નિકુલભાઇનું ભાવનગર હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તેમજ પુત્ર દર્શન તથા તેના પત્ની પુનમબેનને ગંભીર ઇજા થતા હોસ્પીટલ ખસેડાયા હતા. અક્સમાત સર્જી વાહન ચાલક નાસી છુટ્યો હતો. મહુવા પોલીસે વાહન ચાલકની શોધખોળ ચલાવી હતી.

આમ લગ્ન પ્રસંગ માણવાનું સુખ ભોગવી પરત ફરી રહેલા પરિવાર પર દુ:ખનો ડુંગર ફરી વળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો