તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકસેલ એક્સપ્રેશન-2019નો શિશુવિહાર ખાતે થશે શુભારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા ભાળકોમાં રહેલી વિવિધ પ્રકારની કલા પ્રતિભાને પ્લેટફોર્મ આપવાના હેતુથી અને તે આગળ વધી શકે તેથી એક્સેલએક્પ્રેશનનનું આયોજન કરવામાંઆવેલ છે.

સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લી.દ્વારા એક્સેલ એકસ્પ્રેશન - 2019 અંતર્ગત શાળા વિભાગની જુદી જુદી સ્પર્ધાનો શિશુવિહાર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સુગમ ગીત, સમાચાર વાંચન, સાયન્સ એન્ડ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

શીશુવિહાર ખાતે યોજાનાર આ કાર્યક્રમ તા.14 અને 15 બે દિવસ દરમ્યાન રાખેલ છે. આ બે દિવસ દરમ્યાન તા.14/12ને શનિવારે સવારે સુગમ ગીત, સમાચાર વાંચન, સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્પર્ધા યોજાશે. તા.15/12ના સુગમગીત, સમાચાર વાંચન, તત્કાલ ચિત્ર સ્પર્ધાઓ યોજાશે અને બપોરે પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ શિશુવિહાર ખાતે સમયસર પહોંચી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...