તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવાને જિલ્લો બનાવવાની માંગ અણઉકેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાની જીલ્લો બનાવો તથા હોસ્પિટલને સિવિલનો દરજ્જો, મહુવા પોલીસ સ્ટેશનનું સીટી રૂરલમાં વિભાજન અને મહુવા ટાઉન પી.જી.વી.સી.એલ.નું ટાઉન-1/2માં વિભાજન માટે સરકારમાં ઉચ્ચ સ્થળે લેખીત અને મૌખિક રજુઆત સતત કરવામાં આવી રહી છે. તેમજ પ્રભારી મંત્રી મહુવા પ્રાંત કચેરીમાં આવેલ ત્યારે પણ તેમને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં મહુવાને કોઇ લાભ આપવામાં ન આવતા લોક રોષ ભભુકી ઉઠ્યો છે.

મહુવાને જીલ્લો બનાવવાની છેલ્લા 23 વર્ષથી એટલે કે 1995 થી માંગ કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચુંટણી સમયે મહુવાના આગેવાનો અને વિધાનસભાના ઉમેદવારોએ નિવેદનો કરી મહુવાને જીલ્લો બનાવવાની માંગ બુલંદ બનાવી હતી. જે માંગ આજે વિસરાઇ ચુકી છે. હવે લોકસભાની ચુંટણીના પડઘમ ટુંક સમયમાં શરૂ થશે. ત્યા સુધીમાં મહુવાને જીલ્લો બનાવવાની માંગ બુલંદ બનાવી મહુવાને જીલ્લો બનાવવા ફરી સૌએ કટીબધ્ધ થવાની જરૂર હોવાનુ શહેર અને તાલુકાના લોકો કહી રહ્યા છે.

મહુવાના વેપાર- ધંધા અને ઉદ્યોગ ખુબજ વિકાસ પામેલા છે અને મહુવાનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ ખુબજ વધારે છે તેમજ તેમાં પણ વિકાસ થઇ રહ્યોં છે. આમ લોકોને પણ જીલ્લા કક્ષાના કામ માટે 100 કી.મી. દુર જવું પડે છે. આથી મહુવાના સંર્વાગી વિકાસ માટે જીલ્લાનો દરજ્જો અતી આવશ્યક બન્યો છે.

બગદાણા, દાઠા, મોટા ખુંટવડા, વિજપડી, વિક્ટર, પીપાવાવ-ડુંગરના ગામો મહુવાને જીલ્લો બનાવી તાલુકા બનાવવામાં આવે તો આ ગ્રામ્ય વિસ્તારોનો પણ સર્વાંગી વિકાસ થાય. સરકાર દ્વારા મહુવાને જીલ્લાનો દરજ્જો આપવા સબબ અભિપ્રાયનો અહેવાલ માંગતો પત્ર જિલ્લો કલેકટર પાસે ગયો છે. ચૂંટણી બાદ તમામ ઉમેદવારો અને ચુટાયેલા ધારાસભ્યો સક્રિય થઇ વહેલી તકે સરકારમાં જીલ્લા કલેકટર દ્વારા પોઝીટીવ રીપોર્ટ સરકારમાં વહેલી તકે મોકલવામાં આવે અને આગામી લોકસભાની ચુટણી પહેલા મહુવાને જીલ્લો બનાવવા સંગઠિત અને સક્રિય પ્રયાસો થશે કે કેમ તેવો પ્રશ્ન મહુવા શહેર અને તાલુકાના ગ્રામજનોમાં ઉભો થવા પામેલ છે.

ઔદ્યોગિક દ્રષ્ટિએ સંપૂર્ણ સજ્જ
મહુવા આંતરરાષ્ટ્રીય બજારમાં ડુંગળીનું હબ છે. મહુવામાં દેશના સૌથી વધુ ઓનિયન ડીહાઇડ્રેશન પ્લાન, સિમેન્ટ, કોર્ટન જીનીંગ, હોઝ પાઇપ, પોલ્ટ્રીફાર્મ, પીનર, બટર, કોર્ટન પ્લાસ્ટીક રોપ્સ, ફિસરીંગ નેટ ઉદ્યોગો વિકાસ પામેલા છે. આથી મહુવા, રાજુલા,ડુંગર, સાવરકુંડલા, તળાજા, દાઠા, બગદાણા વગેરે વિસ્તારને મહુવામાં જોડી મહુવાને જીલ્લાનો દરજ્જો આપવા સાર્વત્રિક માંગ ઉભી થવા પામી છે. જો કે જીલ્લાના દરજ્જા માટે અસરકારક, પરિણાત્મક રજુઆત અને રાજકિય ઇચ્છા શકિત મહત્વનું પરિબળ છે.

પ્રભારી મંત્રીની ખાત્રી મળી ગઈ છે
મહુવાને જીલ્લો બનાવવા, મહુવાની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળે, મહુવા પોલીસ સ્ટેશનનું સીટી રૂરલમાં વિભાજન થાય અને મહુવા ટાઉન પી.જી.વી.સી.એલ. સબ ડીવિઝનનું ટાઉન-1/2માં વિભાજન થાય તે માટે સરકારમાં વખતો વખત જે-તે વિભાગમાં સતત રજુઆત કરવામાં આવી છે. આ તમામ પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે પ્રભારી મંત્રી માન.શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાત્રી પણ ઉચ્ચારી છે. આર.સી. મકવાણા, ધારાસભ્ય, મહુવા

અન્ય સમાચારો પણ છે...