તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જે ભય આપણને પાપમાંથી બચાવે તે ભય પણ સારો : પૂ.સીતારામબાપુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ગોપાલધામ દિહોરના આંગણે બારૈયા પરિવાર આયોજીત પ.પૂ.સીતારામબાપુ શિવકુંજ આશ્રમ અધેવાડાના વ્યાસાસને ચાલી રહી છે. કથામાં ગામ અને વિસ્તારના શ્રધ્ધાળુ તેમજ સૌરાષ્ટ્રભરના ભાવિક ભકતો લાભ લઇ રહ્યા છે. પૂ.રાજેશ્વરાનંદમયી દેવી નથા વરૂણાનંદમયી દેવી ઉપસ્થિત રહી ભાગવત શ્લોકોગાન કરી રહ્યા છે.

ગોપાલધામના આંગણેથી પૂ.સંત સીતારામ બાપુએ કહ્યુ હતુ કે જેણે ભકિત નઇ કરી તેણે હાથમાં આવેલ હિરો (પારસમણી) ખોઇ નાખ્યો છે. સંતોની ચરણરંજ માથે ચડાવવાથી ભવ પાર તરી જવાઇ છે. જે ભય આપણને પાપમાંથી બચાવે છે. તે ભય પણ સારો છે., આપણને કામ, ક્રોધ, લોભ અને મોહ પાપ કર્મ કરાવે છે. સત્સંગ સિવાય બીજુ કોઇ સુખ નથી, પૂ.બાપુએ ઇન્દ્રની કથા, હિરણ્યકશ્યકુ, પ્રહલાદ ચરિત્ર, તથા નરસિંહ નારાયણ ભગવાનનુ પ્રાગટય વર્ણવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...