પિતરાઇભાઇએ માથામાં સીમેન્ટનો બ્લોક મારી ભાઇની કરી હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજથી 10-12 દિવસ પહેલા મહુવામાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે એક શખ્સે યુવકને મારમારતા તેના પિતા ઠપકો દેવા ગયેલા તે વખતે શખ્સે ઉશ્કેરાઇ જઇ રસ્તા ઉપર પડેલો સીમેન્ટનો બ્લોક માથામાં મારી દેતા સારવાર દરમ્યાન શુક્રવારે ભાવનગર ખાતે મોત નિપજતા હત્યામાં પરિણમ્યો હતો.

બનાવની વિગતો મુજબ ગત તા.2/2 ના રોજ મહુવામાં મદીના મસ્જીદ,ભાદ્રોડ ઝાપા નજીક ઉવેશ સલીમભાઇ કાળવતર તથા મુસેબ કાદરભાઇ અગવાનના બાઇક એક બીજા સાથે અથડાયા હતા. જેમાં મુસેબે ઉશ્કેરાઇ જઇ ઉવેશને માર માર્યો હતો. જે અંગે સલીમભાઇના ભાઇ હનીફભાઇ તેને ઠપકો દેવા માટે ગયા હતા. તે વખતે મુસેબે ઉશ્કેરાઇ જઇ હનીફભાઇ હસનભાઇ કાળવતર (ઉ.વ.40) ને સીમેન્ટનો બ્લોક માથામા મારી દેતા તેઓ લોહી લુહાણ હાલતે પડી ગયા હતા.જેમને સારવાર માટે મહુવાની સરકારી હોસ્પીટલમા ખસેડાયા હતા. આ બનાવ અંગે તા.5/2 ના રોજ મહુવા પોલીસ મથકમા મુસેબ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. અને જેલ હવાલે કર્યો હતો.

બાદમાં હનીફભાઇને વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પીટલમા ખસેડાયા હતા.જયા તેમના બન્ને મગજના ગંભીર પ્રકારના ઓપરેશન કરાયા હતા.છતા સારવાર કારગત ન નીવડતા ગત મોડી રાત્રે તેમનું મૃત્યું નિપજયું હતુ. જેથી આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

બનાવની જાણ થતા મહુવા પોલીસ મથકનાં પી.આઇ.દિપક મીશ્રાની સુચનાથી પીએસઆઇ. આર.એમ.નકવી કાફલા સાથે ભાવનગર સર .ટી.હોસ્પીટલ પહોંચ્યા હતા. અને મૃતકની પી.એમ. સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.મારામારીના બનાવની અગા.ની ફરિયાદમા મહુવા પોલીસે હત્યાની કલમો ઉમેરો કર્યો હતો. જો કે આરોપીને પી.એસ.આઇ.નકવીએ અગાઉ મારામારી વખતે જ ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. નોંધનીય છે કે મૃતક તથા મારનાર બન્ને મામા-ફઇના ભાઇઓ થાય છે.

ત્રણ પુત્રી અને બે પુત્રોએ પિતાની છત્ર છાયા ગુમાવી

મહુવાની ઘટનામાં મૃતક હનીફભાઇના પરિવારમાં તેમના પત્નિ ઉપરાંત 15 અને 19 વર્ષના બે દીકરા અને 16-17-22 વરસની ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મોટી એક દીકરી સાસરે છે. અને તેનુ સાસરૂ મહુવામાં જ આવેલુ છે.જયારે કે મૃતક ત્રણ ભાઇઓ હતા. જેમા એક મોટા અને એક નાના ભાઇ છે. અને હનીફભાઇ વચલાભાઇ હતા.

મહુવામાં બાઇક અથડાવાની સામાન્ય ઘટના બની હતી
અન્ય સમાચારો પણ છે...