તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલ કલેકશન સેન્ટરોને નિભાવ ખર્ચના પણ ફાંફા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હમણાં સુધી પીજીવીસીએલનાં બીલ કલેક્શન સેન્ટરો દ્વારા શહેરનાં કોઇ બીલ પણ વિસ્તારમાંથી કોઇ પણ વીજગ્રાહકનાં બીલ સ્વીકારવામાં આવતાં પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ સેન્ટરોને માત્ર પોતાના વિસ્તારનાં જ સબ ડિવિઝન નાં બીલ સ્વીકારવાની મંજુરી અપાઇ છે. જેના કારણે ગ્રાહકો અને બીલ કલેક્શન સેન્ટરો ઘણી દુવીધાનો સામનો કરવો પડે છે.

ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલ બિલ કલેક્શન ઘણી જગ્યાએ આવેલા છે. એક કલેક્શન સેન્ટર એક દિવસમાં 250 થી વધુ ગ્રાહકો પાસેથી 7 થી 8 લાખનું કલેક્શન કરીને પીજીવીસીએલ ને આપે છે. પરંતુ નવા નિયમનાં લધે કદાચ કોઇ વીજગ્રાહકના ઘરની બાજુમાં કલેક્શન સેન્ટર હોય, પરંતુ તેના વિસ્તારનુ ના હોય તો તેને દુર સુધી પોતાના વિસ્તારના સબ ડિવિઝનમાં બીલ ભરવા ધક્કો ખાવો જ પડે છે. આ અંગે બીલ કલેક્શન સેન્ટરની પીજીવીસીએલ ને લેખિત રજુઅાત અને માંગણી છે કે છેલ્લા 15 વર્ષથી કલેક્શન સેન્ટરનાં કમીશનમાં એક પણ પૈસાનો વધારો થયો નથી જેથી કમીશન પ્રતિ રસીદ રૂ.10 કરી આપવામાં આવે જેથી એજન્સીનાં માણસોનાં પગાર અને ઓફીસ ભાડુ સ્ટેશનરી ખર્ચ મળી રહે. ઉપરાંત શહેરના કોઇપણ વિસ્તારનાં બિલ સ્વીકારવાની મંજુરી સેન્ટરોને આપવામાં આવે જેથી જનતાએ કોઇ તકલીફનો સામનો ન કરવો પડે. આ અંગે જો યોગ્ય પગલા ન લેવાય તો અચોક્કસ મુદત માટે કામગીરી સ્થગિત કરવાની સેન્ટરોને ફરજ પડશે, તેવી ચીમકી પીજીવીસીએલ બીલ કલેક્શન સેન્ટર એસોસીયેશને આપી છે.

અન્ય સમાચારો પણ છે...