તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેશને પેન્શનરોનું સોળ માસનું એરિયર્સ કાપી નાખ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકા દ્વારા સાતમા પગાર પંચના લાભમાં કર્મચારીઓ સાથે નિવૃત કર્મચારીઅો પાસેથી 16 માસનું સ્પેશીયર્સ નેશનલ પે ગણી જતુ કરવા સંમતિ લઈ ગંભિર ભુલ કરી છે. ખરેખર નિવૃત કર્મચારીને બેઝીક પેના અડધા પગારને ધ્યાને લઈ પેન્શન ફિકસેશન કર્યું હોય છે જેથી પેન્શનમાં કપાતના થઈ શકે. જે સંદર્ભે જાગૃત પેન્શનર મંડળે છ વખત રજૂઆતોના અંતે નિવેડો નહી આવતા અંતે કોર્ટના દ્વાર ખખડાવી કાર્યવાહી શરૂ કરી છે.

ભાવનગર મહાનગરપાલિકાએ સાતમા પગાર પંચના અમલમાં કર્મચારીઓ પાસેથી તા.1/1/2016થી 3/4/2017 સુધીનું એરિયર્સ જતુ કરવાની સંમતિ લેવામાં આવી હતી. કોર્પોરેશનના ફરજ બજાવતા કર્મચારીઓ સાથે નિવૃત કર્મચારીઓન પણ સંમતિ લેવામાં આવી હતી. ફરજ બજાવતા કર્મચારીને બેઝીક પે મુજબ લાભ મળે છે. અને પેન્શનરોને બેઝીક પેના અડધા પગારને ધ્યાને લઈ પેન્શન નિયત કરાયુ હોય છે. તેમ છતા પેેન્શનરોની સંમતિ લઈ પેન્શનમાંથી કપાત કરી સરકારના 1994ના હુમલાનો અનાદર કર્યોં છે. જેથી 16 માસની પેન્શનમાંથી કપાત થયેલી રકમ ચુકવવા જાગૃત પેન્શનર મંડળ દ્વારા સ્થાનિક કક્ષાએ અને સરકારમાં અવાર-નવાર રજૂઆત કરી છે. પરંતુ આજ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. જેથી સીનીયર સીટીઝનો જો તેઅોને કપાત થયેલી રકમ નહી ચુકવવામાં આવે તો કોર્ટે કાર્યવાહી કરવા ચિમકી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકામાં 1લી એપ્રિલ 1992ના હુકમથી પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ અને તેની શરતો તથા 1994ના શહેરી વિકાસના ઉપસચિવના હુકમ મુજબ અમલ કરવાને બદલે સરકારના હુકમની ઐસી તૈસી કરી પેન્શનરોનું કપાત કરતા ભારે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...