તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો : રાત્રે ટાઢ વધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેધર રિપોર્રટર ¿ ભાવનગર | 26 ફેબ્રુઆરી

ઉત્તર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેની અસરથી આજે ગુજરાતમાં એવરેજ 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભાવનગર શહેરમાં આજે બપોર બાદ 28 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાતા, વાદળો છવાતા મહા માસમાં માવઠું થાય તેવો માહોલ થઇ જતાં સાંજથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

ભાવનગર શહરમાં બપોરના 12થી 1.30 વાગ્યા આસપાસ તો તાપમાન વધીને 33.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા ગરમી વધી હતી. પણ ત્યાર પછી બપોરના 3 વાગ્યા બાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગગનમાં કાળા વાદળો છવાયા હતા અને સાથે 28 કિલોમીટરની સરેરાશ ઝડપે પવન ફૂંકાતા ગરમીમાં તત્કાલ ઘટાડો થયો હતો. તો 5 વાગ્યા બાદ વાદળોના પ્રભાવથી કેટલાક વિસ્તારોમાં કમોસમી છાંટા વરસ્યા હતા.

ભાવનગર શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન અઢી ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 19.8 ડિગ્રીએ પહોંચી ગયું હતુ જે આજે બપોર બાદ પવન ફૂંકાતા હવે ઘટશે અને ઠંડી વધશે તેવી આગાહી છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ બમણાથી વધુ વધીને આજે 47 ટકા થઇ ગયું હતુ.

માર્ચ સુધી સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી
ભારતના હવામાન વિભાગ તરફથી કરાયેલી આગાહી મુજબ આવતી કાલ તા.27 ફેબ્રુઆરીથી તા.2 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવા વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ભારે પવન ફૂંકાવવા તેમજ હળવો વરસાદ પડે તેવી શક્યતા હોય તમામ સંબંધિત અધિકારીઓને સાવચેતી સાથે તૈયાર રહેવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કાર્યવાહી કરવા તથા જો કોઇ ઘટના બને તો કન્ટ્રોલ રૂમને તાકીદે જાણ કરવા ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મામલતદારે તાકીદ કરી છે.

સાંજે 5.15 કલાકે છૂટવાછવાયા છાંટણા
ભાવનગર શહેરમાં આજે બપોર બાદ વાદળો છવાયા હતા અને પાંચ વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી છાંટણા વરસ્યા હતા. જો કે પવનની ઝડપ વધુ હોય વાદળો દુર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો