તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપે ચૂંટણીમાં કોંગ્રેસ કરતા રૂપિયા 38,832 વધુ ખર્ચ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના ઉમેદવારને રૂ.5,48,873 અને કોંગ્રેસના ઉમેદવારને રૂ.5,10,041 ખર્ચ
ભાવનગર | 12 એપ્રિલ

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલા ખર્ચનું પત્રક રજુ કરતા પ્રથમ તબક્કાની ચકાસણીમાં કોંગ્રેસના ઉમેદવાર કરતાં ભાજપના ઉમેદવારને રૂપિયા 38,832નો વધુ ખર્ચ થયો છે. જ્યારે ચાર ઉમેદવારોએ તો ખર્ચ જ રજૂ કર્યો નથી.

ભાવનગર લોકસભા બેઠક પર ૧૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારોએ નિયત સમયમાં તેઓએ ચૂંટણી માટેના કરેલા ખર્ચને ચૂંટણીપંચ સમક્ષ રજુ કરવાના હોય છે. જેનું ત્રણ તબક્કામાં ચકાસણી કરવામાં આવે છે. આજે પ્રથમ તબક્કાની ઉમેદવારોના ખર્ચની થયેલી ચકાસણીમાં આજે ૧૨મી એપ્રિલ સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઈ પટેલને રૂ.5,10,041 અને ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળને રૂ.5,48,873 જ્યારે અન્ય ઉમેદવારો વિજયકુમાર માકડીયાને રૂ.15,400, ધરમશીભાઈ ઢાપાને રૂ.63,500, રામદેવ સિંહ ઝાલાને રૂ.32,980 અને ચંપાબેન ચૌહાણને રૂ.36,085નો ખર્ચ થયો હોવાનું દર્શાવ્યું છે.

ચાર ઉમેદવારોએ ખર્ચનું એકાઉન્ટ રજૂ નહીં કરતા તેઓને રિટર્નિંગ ઓફિસર દ્વારા નોટિસ ઇશ્યુ કરવામાં આવશે.

રાજકીય પ્રચાર-પ્રસાર માટે ઉમેદવારો દ્વારા થતી બેઠકો, રેલીઓ, સંમેલનો, બેનરો અને રસોડાઓ જોતા હાલમાં દર્શાવેલો ખર્ચ વાસ્તવિકતાથી ઘણો દૂર હોવાનું દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...