તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વર્ષે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો પુણ્યકાળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિક્રમ સંવત 2075નાં પોષ વદ 8 સોમવાર, તા.14 જાન્યુઆરીના રોજ સાંજે 7.34 કલાકે સવિતૃ સૂર્યનારાયણ નિરયન મકર રાશિમાં પ્રવેશ કરે છે. આથી શાસ્ત્રાનુસાર મકર સંક્રાતિનો પૂણ્યકાળ તા.15 જાન્યુઆરીને મંગળવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી (આખો દિવસ) છે. જો કે પતંગ પર્વ તો દર વર્ષની જેમ તા.14મી જાન્યુઆરીના રોજ જ ઉજવાશે. પરંતુ ઉત્તરાયણના પર્વે થતું દાન પુણ્ય બીજા દિવસે કરવા શાસ્ત્ર સંમત છે.

આ વર્ષે મકર ક્રાંતિનુ વાહન સિંહ, અને ઉપવાહન ગજ (હાથી) છે. સફેદ વસ્ત્ર ધારણ કરીને કસ્તૂરીનું તિલક કરેલ છે. ઉત્તરાયણનાં દિવસે સૂર્ય પુજાનું પણ વિશિષ્ઠ મહાત્મ્ય છે. સરસ્વતિ ઉપાસના પણ ફળદાયી બને છે તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે.

ઉત્તરાયણનાં દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે.આ વર્ષે સંક્રાતિ દૂધ ખાય છે તેથી દૂધની બનાવટો તથા સફેદ ધાન (ચોખા, જુવાર, સફેદ તલ, રાજગરો, સાબુદાણા)નું દાન કરવું પણ શ્રેષ્ઠ છે. દાન બ્રાહ્મણો, સાધુ, સંતો, અન્નક્ષેત્રમાં આપવું. સંક્રાંતિનાં દિવસે તલ, વસ્ત્ર, ગોળ તથા વાસણનું દાન આપવું, તલનો હોમ કરવો, તલનાં લાડવામાં સીકકા મુકી ગુપ્ત દાન કરવું, આપણી સંસ્કૃતિમાં બહેન-દિકરી�ઓને ખીચડો આપવાની પરંપરા પણ આ દાન પ્રથાને આનુષંગીક જ છે. આ પવિત્ર દિને ગાયોને ઘાસચારો નિરવો, ગરીબોને અન્ન-ગરમ વસ્ત્રનું દાન આપવું, તલનું દાતણ કરવું, ઈષ્ટદેવની સાધના, સ્મરણ અનેક ગણું પુણ્યફળ આપે છે.

જીવનજરૂરી ચીજોના ભાવમાં નરમાશ રહેશે
મકર સંક્રાંતિ બાદ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ�ઓના ભાવમાં નરમાશ હોવાથી ભાવ ઘટાડો થશે. સોના, ચાંદી, આભૂષણ અને હીરાના બજારો બેતરફી વધઘટ દર્શાવશે. શેર બજાર વર્ષના આરંભે મંદ રહી અંતે તેજ થશે. આ સમયગાળામાં ખાસ કરીને કેમિકલ્સ અને રાસાયણિક ખાતરો તથા પ્લાસ્ટિક મટિરિયલ્સના ઉત્પાદનોના બજારો મંદ રહેશે. જ્યારે �અટોમોબાઇલ્સ અને ઇજનેરીના બજાર વધુ તેજ રહેશે. વર્ષના અંત ભાગમાં શેરબજારમાં બહુ મોટી ઉથલપાથલ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...