Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તડીપાર થયેલા શખ્સે બાઇકને આગ ચાંપી હતી
શહેરના હાઇકોર્ટ રોડ પર ચાલુ બાઇકે મોબાઇલ ફોનમા વાત કરતા જઇ રહેલા શખ્સને ગઇકાલે ફરજ પરના ટ્રાફીક પોલીસે રોકતા અને પાવતી લેવાનુ કહેતા યુવકે પોલીસ સાથે માથાકુટ કરી ઉશ્કેરાઇ જઇ બાઇકને આગ ચાંપી દીધી હતી.જે મામલે સી.ડીવીઝન પોલીસે આરોપીની ધરપકડ કરી શનિવારે કોર્ટમા રજુ કરતા અદાલતે તેને જામીન મુકત કર્યો હતો. આ શખ્સ અગાઉ તડીપાર થયો હોવાનુ પોલીસ સુત્રોને જાણવા મળી રહયુ છે.
શુક્રવારે હાઇકોર્ટ રોડ પરથી ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરતા જતા સુરેશ કાવાભાઇ બારૈયા ને ફરજ પરના ટ્રાફીક પોલીસ હરપાલસિંહે તેને ઉભો રાખી દંડ ભરવાનુ કહેતા તેણે ઉશ્કેરાઇ જઇ પોતાનુ માથુ ફાડી નાખીશ અને બાઇકની તોડફોડ કરી સળગાવી દઇશ તેવી ધમકી આપી ખીસ્સામાં રહેલ માચીસ કાઢી તેમાંથી દિવાસળી કાઢી બાઇકને ચા઼પી દેતા મોટર સાયકલ સળગી ઉઠયું હતુ. જે અંગે ટ્રાફીક પોલીસે યુવક વિરૂધ્ધ સી.ડીવીઝન પોલીસ મથકમા ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી શનિવારે કોર્ટમા રજુ કરતા અદાલતે તેને જામીન મુકત કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી સુરેશે સળગાવેલ બાઇક તેના અમરેલી ખાતે રહેતા મિત્ર હુસેનભાઇ નુ હોવાનું જાણવા મળેલ છે. તેમજ આરોપી સુરેશ અગાઉ તડીપાર થયો હોવાનુ પણ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
અમરેલીના મિત્ર પાસેથી મોટર સાયકલ લાવેલ, ટ્રાફીક પોલીસે રોકતા માથાકુટ કરેલ