તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક બીમારીથી કંટાળી યુવાને એસીડ પી લેતા મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર ☺¿ભાવનગર ¿17 એપ્રીલ

શહેર-જીલ્લામાં જુદી જુદી ઘટનામાં બાળા અને મહિલા સહિત 3 વ્યકિતના અકસ્માતે મોત થયા હતા.

જેમાં શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા ચંદુભાઇ સુખાભાઇ મકવાણા(ઉ.વ.38) એ પોતાના ઘરે એસીડ પી લેતા મોત નીપજયું હતુ.બનાવના કારણ અંગે ડી.ડીવીઝન પોલીસની પ્રાથમીક તપાસમા એવુ જાણવા મળેલ છે કે ચંદુભાઇ છેલ્લા બે માસથી વધુ સમયથી માનસીક બીમાર હોય અને તેનાથી કંટાળી જઇ આ પગલું ભર્યાનુ પોલીસ તપાસમા ખુલવા પામ્યું હતુ.

બીજા બનાવમાં જાફરાબાદ ખાતે રહેતા રામભાઇ બારૈયાની દીકરી સ્મીતા(ઉ.વ.10) પોતાના ઘરે અકસ્માતે દાઝી જતા સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પીટલમા ખસેડાતા સારવાર દરમ્યાન તેનુ મોત નીપજયું હતુ. ત્રીજા બનાવમા ઘોઘા તાલુકાના ખરકડી ગામે રહેતા ઝરીનાબેન રજાકભાઇ શેખ(ઉ.વ.40) ગત તા.10/4 ના રોજ અકસ્માતે પડી જતા ગંભીર ઇજા થતા મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...