તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતંગ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓને કાતીલ દોરીથી ઇજા ન થાય તેની કાળજી લો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ પતંગ પર્વમાં પતંગરસિકોને કાતીલ દોરીથી અબોલ પક્ષીઓને ઇજા ન થાય તેની ખાસ તકેદારી લેવા જય માળનાથ ગૃપ દ્વારા અનુરોધ કરાયો છે.પતંગપર્વ દરમીયાન ચાઇનાની દોરી તેમજ ગબારા પર પ્રતિબંધ મુકવામાં આવે તેમજ ઉત્તરાયણના પર્વે સાંજે ધાબા,અગાસીઓ પર કરાતી ધૂમ આતશબાજી અટકાવવા જય માળનાથ ગૃપ દ્વારા અગાઉ ઉચ્ચ કક્ષાએ સંબંધિત સત્તાધીશોને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતુ. ખીયરના પર્વે રાત્રીના સમયે ફટાકડા,ગબારા અને તુકલથી અબોલ પક્ષી�ઓના માળાઓમાં આગના બનાવો બને છે, પક્ષી�ઓ અને પર્યાવરણને પણ નુકશાન થાય છે.ગૃપ દ્વારા પતંગ પર્વ દરમિયાન સવારે 6 થી 8 અને સાંજે 5 બાદ પતંગ ન ચગાવવા સૌને તાકીદ કરાઇ છે. કરૂણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સ,પશુ પક્ષીના બચાવ માટે ટેલીફોન નં. 1962 ઘવાયેલા પક્ષીઓ અંગે હરીભાઇ શાહ (મો.9879092566),રાજુભાઇ ચાૈહાણ (મો.9974146150),સુરેશભાઇ બેરાણી (મો.7383745894)નો સંપર્ક સાધવા જીવદયાપ્રેમીઓ દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...