તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોબોટના માધ્યમથી ટેબલ ટેનિસની તાલીમ અપાશે !

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષ્ણનગર સંસ્કાર મંડળ સ્થિત બી. એન. વિરાણી રમત સંકુલ દ્વારા તારીખ 27 એપ્રિલથી 26મી મે 2019 દરમિયાન આંતરરાષ્ટ્રીય ખેલાડી ક્ષિતીશ પુરોહિતના માર્ગદર્શન તળે ટેબલ ટેનિસ કોચિંગ કેમ્પનું આયોજન કરાયું છે.

આ કેમ્પમાં ચુનિંદા એડવાન્સ તાલીમાર્થીઓને ટેરાફલેક્સ ફ્લોરિંગ તથા એરકન્ડિશનથી સુસજ્જ નવા ટેબલ ટેનિસ ટ્રેનિંગ સેન્ટર પર, ભાવનગરમાં સર્વ પ્રથમ વાર આધુનિક રોબોટ તથા ઓડિયો વિઝ્યુઅલ દ્વારા નિષ્ણાંત કોચના માર્ગદર્શન તળે ટેબલ ટેનિસની વિશેષ તાલીમ અપાશે.

આ ઉપરાંત તદ્દન નવા શિખાઉ ખેલાડીઓ માટે બે અલગ બેચોમાં તાલીમની વિશેષ વ્યવસ્થા પણ કરાઈ છે. ઉપરોક્ત કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતા 7 વર્ષથી ઉપરની વયના ખેલાડીઓએ પ્રવેશ ફોર્મ સંસ્થાના ટેબલ ટેનિસ હોલ પરથી મેળવી લેવા જણાવાયું છે. ભાવનગર ખાતે સર્વ પ્રથમ વાર આધુનિક રીતે ટેબલ ટેનીસની તાલીમ આપવાના આયોજનથી ખેલાડીઅોમાં આકર્ષણ ઉભુ થયું છે.

અન્ય સમાચારો પણ છે...