તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી સૌરાષ્ટ્રનો 8 વિકેટે વિજય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૈયદ મુસ્તાક અલી ટી -20 ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમે પૂજાબની ટીમને 8 વિકેટે પરાજિત કરી 4 પોઇન્ટ મેળવ્યા હતા. ઇન્દોર ખાતે રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. પંજાબે 20 �ઓવર્સમાં 122 રન નોંધાવ્યા હતા. જેમાં યુવરાજ સિંહે 5 ચોક્કા સાથે 31 દડામાં 34 રન નોંધાવ્યા હતા. જ્યારે ગુરકીરત સિંઘમાને 29 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર વતી સૂકાની જયદેવ ઉનડકટે 4 ઓવર્સમાં 30 રન આપી 3 વિકેટ ઝડપી હતી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અને ચેતન સાકરીયાએ 2 - 2 વિકેટ ઝડપી હતી. તો ચિરાગ જાની અને જય ચૌહાણે એક એક વિકેટ ઝડપી હતી.

પંજાબના 120 રનના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે 17.4 �ઓવર્સમાં 2 વિકેટ ગુમાવી 126 રન નોંધાવી વિજય મેળવ્યો હતો. જેમાં રોબિન ઉથપ્પાએ 44 દડામાં 3 ચોક્કા અને 3 છક્કા સાથે 54 રન અને ચેતેશ્વર પૂજારાએ 48 દડામાં 6 ચોક્કા સાથે નોટ આઉટ રહી 42 રન નોંધાવ્યા હતા. પંજાબ વતી સંદીપ શર્મા અને મનદીપ સિંઘે એક એક વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રની ટીમના અાધારભુત બન્ને ખેલાડી રોબીન ઉથપ્પા અને ચેતેશ્વર પુજારાની શાનદાર બેટીંગને લીધે આસાન જીત પંજાબની ટીમ સામે મેળવી છે, સાથે 4 પોઈન્ટ મેળવી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો