તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ટાઢોડું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |11 જાન્યુઆરી

ભાવનગર શહેરમાં પતંગ પર્વ મકરસંક્રાંતિની ઉજવણી પૂર્વે ટાઢોડું પ્રસરી વળ્યું છે. આજે શહેરમાં વહેલી સવારથી જ 12 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં 12 કિલોમીટરની ઝડપે ટાઢોબોળ પવન ભળતા શીતલહેર યથાવત રહી હતી. શહેરમાં સતત બીજા દિવસે લઘુત્તમ ઉષ્ણતામાન 12 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

ભાવનગર શહેરમાં આજે બપોરે મહત્તમ તાપમાન નજીવું વધીને 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ ગે ગઇ કાલે 27.7 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન ગઇ કાલની જેમ આજે પણ 12 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 29 ટકા થયું હતુ. જ્યારે પવનની સરેરાશ ઝડપ ગઇ કાલે 18 કિલોમીટરની હતી તે આજે 6 કિલોમીટર ઘટીને 12 કિલોમીટરની નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...