ઝવેરચંદ મેઘાણીના પુત્રને 5મી પુણ્યતીથીએ સ્વરાંજલિ

Bhavnagar News - swarajali by 5th pulayati son of zaverchand meghani 054518

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:45 AM IST
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને `ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ના સ્થાપક પિનાકી મેઘાણીના પિતા નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીને પાંચમી પુણ્યતિથિએ `સ્વરાંજલિ’ અર્પણ થઈ. ઉત્તમ પુસ્તકો વાંચકો અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોચે તે માટે સ્વ. નાનકભાઈ આજીવન કાર્યરત રહ્યા હતા.

ખ્યાતનામ લોકગાયિકા રાધાબેન વ્યાસ અને તેમનાં યુવા ઈજનેર પુત્ર મીત વ્યાસે ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી. લોકગાયક-ભજનિક ગંગારામ વાઘેલા અને બાળકલાકારો ધ્વનિ વાઘેલા, મલ્હાર વાઘેલા (તબલા) અને શુભમ વાઘેલા (કરતાલ)એ સમસ્ત વાલ્મીકિ અને વંચિત સમાજ વતી સ્વરાંજલિ આપી હતી.

ડો. અક્ષયભાઈ શાહે લાગણીસભર સંભારણાં વાગોળ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ પોતાના સાહિત્યમાં આલેખેલી વંચિત સમાજના શૌર્ય, શીલ અને સ્વાર્પણની વાતોનો આસ્વાદ પિનાકી મેઘાણીએ કરાવ્યો હતો. ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અને વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી પૂરી પાડતી અગ્રગણ્ય ઊની ખાદી સંસ્થાના ત્રણ દાયકાથી ખાદી-રચનાત્મક ક્ષેત્રે કાર્યરત સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભીનું આભિવાદન વાલ્મીકિ સમાજના અગ્રણીઓ દ્વારા કરાયું હતું. યુવા ગાયક મીત પીયૂષકુમાર વ્યાસનું પણ પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા અભિવાદન કરાયું હતું.

X
Bhavnagar News - swarajali by 5th pulayati son of zaverchand meghani 054518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી