તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદે શેત્રુંજ્યના જૈનમંદિરો, હનુમાનજી મંદિર, દરગાહના દર્શન કરેલા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
12મી જાન્યુઆરીના દિવસે લોકો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ તરીકે ઉજવી આ મહાન માનવીને યાદ કરશે. ભાવનગરના લોકોનું સદ્દભાગ્ય છે કે આ પવિત્ર મહાન મહાત્માના પુણ્યચરણ ભાવનગરની ભૂમિ પર પડયા હતા, ભાવનગરની ભૂમિને પાવન કરી હતી. એટલું જ નહીં પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત અને તળેટીના જૈનમંદિરો, હનુમાનજી મંદિર, પીરની દરગાહના દર્શન કર્યાં હતાં.

ભારતના આ મહાન સંન્યાસીનો જન્મ 12મી જાન્યુઆરી, 1863માં કલકત્તામાં થયો. આ દિવસે મકરસક્રાંતિનો ઉત્સવ હતો. બાળક ‘વિરેશ્વર’ નરેન્દ્રનાથ અને પછી વિવેકાનંદથી જગ પ્રસિદ્ધ થયા.ઈ.સ.1888માં મહાત્મા ગાંધીજીએ ભાવનગરમાં શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, એ જ વર્ષ (ઈ.સ.1888)માં સ્વામી વિવેકાનંદે ભારતવર્ષની ર્તીથયાત્રા કરવાનો સંકલ્પ કર્યો હતો. સૌપ્રથમ તે “ પવિત્ર ર્તીથ સ્થળ કાશી ગયા, પછી સારનાથની યાત્રા કરી.

સપ્ટેમ્બર, 1891માં સ્વામી વિવેકાનંદ વઢવાણ થઈ લીંબડી પધાર્યા હતા. લીંબડીનાં ધ્વજબીજ માર્ગીય સંપ્રદાયના અખાડાધારી સાધુઓનાં કૃત્યોથી દુ:ખી થયા હતા. લીંબડીના મહારાજાના ભલામણપત્રો મેળવી ઓક્ટોબર 1891માં સ્વામીજી ભાવનગર અને સિહોરની યાત્રાએ નીકળ્યા. આ યાત્રા તે “એ પગપાળા કરી હતી. તેઓએ સિહોરમાં શૈવ(શિવ) મંદિરોનાં દર્શન કર્યાં. સિહોરની સુંદર ડુંગરમાળાથી ખુશ થયા હતા. તેઓએ પાલિતાણાની યાત્રા કરી હતી. પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત ઉપર જૈનમંદિરો, હનુમાનજી મંદિર, પીરની દરગાહના દર્શન કર્યાં, તળેટીમાં જૈન મંદિરોનાં દર્શન કર્યાં હતાં. પાલિતાણામાં સંગીતપ્રેમી લોકોને સ્વામી વિવેકાનંદજીએ પોતાની સંગીત નિપૂણતાથી પ્રભાવિત કર્યાં હતાં તેમ ભાવ.યુનિ. શામળદાસ કોલેજના ઈતિહાસના પ્રો.લક્ષ્મણ વાઢેળે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો