જીલ્લાના 661 ગામોમાં પાણીનો સર્વે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ બેઠકમાં જિલ્લાના પાણીની તંગી હોય તેવા ગામોનો સરવે કરી પીવાના પાણી ની મુશ્કેલી નિવારવા સૂચના આપવામાં આવેલ હતી. જે અન્વયે જિલ્લા વહીવટીતંત્ર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના અછતગ્રસ્ત ગામોમાં સરવેની કામગીરી હાથ ધરાઇ હતી.

...અનુસંધાન પાના નં.09

પ્રભારી મંત્રીની ઉપસ્થિતમાં લેવાયેલ નિર્ણય અંતર્ગત ભાવનગર તાલુકાના 51, ઉમરાળા 40, ઘોઘા 46, ગારીયાધાર 48, પાલીતાણા 81, તળાજા 111, સિહોર 78, વલભીપુર 55 મહુવા 113 અને જેસર તાલુકાના 38 ગામો સહિત જિલ્લાના કુલ 661 ગામોમાં સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.આ અંગં પાણી સમિતિની સાપ્તાહિક બેઠકમાં અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ દ્વારા સરવેની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી. .

અન્ય સમાચારો પણ છે...