તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્ય ફરે તેની સાથે સૂરજમુખીની જેમ ફરે તેવી સોલાર પેનલ સિસ્ટમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૂરજમુખી જે રીતે સૂર્ય ફરે ત્યારે તેની તરફ મુખ રાખી ફરતું રહે છે એ જ રીતે અગાશીમાં સોલાર પેનલ ફરતી રહે તે રીતે મિકેનિઝમનો ઉપયોગ કરીને લગાડવામાં આવી છે. જેનાથી સવારે પ્રથમ કિરણથી જ સૂર્યશક્તિ મળવાની શરૂ થઈ જાય છે. અને ઓછા ખર્ચની પેનલ દ્વારા વધુ વીજળી મેળવી શકાય છે.

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને વૈજ્ઞાનિક માનસ ધરાવતાં યુવાન દિક્ષિત ભીખાભાઈ ડાયાણીએ માહિતી આપતા જણાવ્યું કે, સામાન્ય રીતે 2 કિલો વોટ રૂફ ટોપ પેનલ લગાવવાથી દરરોજ 7 થી 8 યુનિટ વીજળી મળે છે. જેમાં સૂર્ય સાથે સીધું કનેક્શન ખુબ ઓછો સમય મળે છે, પરંતુ તેનું મુખ સતત સૂર્ય સમક્ષ રહે તે રીતે મે મિકેનિઝમનો ઉપયોગ કર્યો છે અને હાલ માત્ર 1.92 કિલો વોટ ઉપર 10 થી 12 યુનિટ વીજળી ઘરમાં મેળવી રહ્યાં છીએ.

નવી શોધ બાદ આ રીતે મિકેનિઝમ ઈલેકટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે તો સવારથી સાંજ સુધીના સૂર્યના છેલ્લા કિરણ સુધી સૌર ઉર્જાનો લાભ મેળવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 વર્ષથી સોસાયટીઓમાં અગાશી ઉપર લગાવાતી સોલાર પેનલની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે અને સરકારી ધોરણે સબસિડી પણ અપાય છે, ત્યારે આ વિચાર આવકારદાયક છે. સૂર્ય અખુટ ઊર્જા હોવાથી તેનો લાભ આ રીતે લઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો