તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્ધજાગૃત મનની શકિતથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે, માઇન્ડ પાવર થીમ પર પ્રદર્શન ખુલ્લુ મુકાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ કમ્પ્યુટર સાન્સ દ્વારા ગ્રીન જીનીયસ 2019નુ આયોજન કરેલ છે. જેમા કોલેજ દ્વારા માઇન્ડ પાવર થીમ પર ભવ્ય પ્રદર્શન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો.ગીરીશભાઇ પટેલ દ્વારા ખુલ્લુ મુકાયુ હતુ.

વિદ્યાથીઓ દ્વારા માઇન્ડ પાવર થીમ પર જાગૃત તથા અર્ધજાગ્રત મનની શકિતથી અભ્યાસમાં સફળતા, માનસીક શાંતિ, સલામતી આરોગ્ય મેળવવા માટે ટેકનીકસ વિવિધ પ્રોજેકટસ દ્વારા રજુ કરેલ છે. વ્યકિત જેવુ વિચારે, અનુભવે અને માને તે પ્રમાણે તેનુ મન, શરીર અને સંજોગો આકાર લેતા હોય તે વિશેષ સમજાવેલ.આ ડ્રેમોસ્ટ્રેશન છ ઝોનમાં વહેચાયેલ છે. જેમા વિવિધ પ્રોજેકટસ, ટેકનીકલ સ્પર્ધાઓ, ગેમ્સ ઉપારાંત વિશાળ પિરામીડ બનાવી મેડીટેશન રૂમ તૈયાર કરેલ છે.

આ પ્રદર્શન તા.8 અને 9 જાન્યુઆરી સવારે 9 થી 4 જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

પ્રદર્શનમાં તા.8 અને 9ના રોજ માઇન્ડ પાવર અને બ્રેઇન પાવર અલગ છે. માઇન્ડ પાવરના પ્રકાર જાગૃત, અર્ધ જાગૃત મન વિશે તથા અર્ધજાગૃત મનને ટ્રેઇનીંગ આપવાની વિશેષ ટેકનીકસ બીબીફ સીસ્ટમ, વિઝન બોર્ડ વગેરે વિડીયો દ્વારા સમજાવવામાં આવશે. જુના જમાનામાં હીલીંગ તથા મોર્ડન હિલીંગ રૂમમાં પિરામીડનો લભા વિદ્યાર્થીઓ તથા જાહેર જનતાને સમજાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...