તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષા પૂર્વે 5 સૂત્રો સિદ્ધ કરવાથી સફળતા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધો.10-12ની પરીક્ષાને આડે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ‘3 સી’ની ‘3 આર’ની પધ્ધતિ અપનાવો ‘3 પી’ ‘3 ડબ્લ્યુ’ને હંમેશા સાથે રાખો અને ‘3 ટી’નો પરીક્ષા સુધી ત્યાગ કરો. આ પાંચ સૂત્રો સિધ્ધ કરવાથી સફળતાના દ્વાર ખુલ્લી જશે.

આગામી સાતમી માર્ચથી શરૂ થતી ર્બોડની પરીક્ષામાં ઉત્તરવહી લખવાનુ શરુ કરો ત્યારે ‘થ્રી સી’ની ફોર્મ્યુલા અપનાવવી જોઈએ. આ ‘થ્રી સી’ એટલે કેપેસિટી (ક્ષમતા), કરેજ (હિંમત) અને કોન્સન્ટ્રેશન (એકાગ્રતા) રાખવાથી સફળતા મળશે. આ ‘થ્રી સી’ને અનુક્રમે શારીરિક સ્વાસ્થતા, માનસિક સ્વસ્થતા અને વાચન પધ્ધતિ સાથે સરખાવી શકાય છે.

આ ઉપરાંત \\\'થ્રી આર’ની ટેકનિક પણ અગત્યની છે.આ ક્ષેત્રના નિષ્ણાતો જણાવે છે કે પરીક્ષાના અંતિમ તબક્કામાં રીડ, રિકોલ અને રિવ્યુ એટલે કે વાંચો, યાદ કરો અને પુનરાવલોકનની ટેકનિકલ અપનાવો તો અચૂક સફળતા મળશે જ. વિદ્યાર્થી વર્ગ માટે ‘થ્રી ડબલ્યુ’ અગત્યના છે તેને સાથે રાખો. આ થ્રી ડબ્લ્યુ એટલે વર્ક હાર્ડ, વર્ક સ્માર્ટ અને વર્ક ટાઈમલી એટલે કે સખત પરિશ્રમ, આયોજન અને સમયબદ્ધ કામ કરવાથી સફળતા મળે છે. પરીક્ષાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘3 ટી’ એટલે કે ટેલિવિઝન, ટેલિફોન અને ટોક (નિરર્થક વાત)નો ત્યાગ કરો. વિદ્યાર્થી મિત્રો ‘થ્રી પી’ સાથે જ રાખો. આ ‘થ્રી પી’માં પોઝિટીવ થિન્કીંગ, પ્રેક્ટીસ અને પ્રિપેરેશન કરવાથી મનપસંદ પરિણામ મળશે જ. આ ફોમ્યુલા અપનાવવાથી સફળતા મળશે.

ટેન્શન વગર સ્વયંશિસ્તથી પરિશ્રમ કરો
કોઇ પરીક્ષાર્થીનું મન નબળું હોતું નથી, પરંતુ નબળો તેનો ઉપયોગ હોય છે. આળસને તિલાંજલિ આપી પરીક્ષાની તૈયારી માટે ટેન્શન વગર સ્વયંશિસ્તથી પરિશ્રમ કરો. પરીક્ષાના દિવસે મન સ્વસ્થ અને શાંત રાખો. વધુ ગુણ મેળવીને જ હું ઝંપીશ એવા પાકા નિર્ધાર સાથે પરીક્ષા આપો. પરીક્ષા ખંડમાં સ્વસ્થ ચિત્તે બેસો. પ્રશ્નોના જવાબ સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને લખો. છેલ્લી 10 મિનિટનો સમય તમારા જવાબોની ચકાસણી માટે ફાળવો. પ્રશ્નના જવાબમાં અગત્યના મુદ્દાને જુદો પેન્સીલથી અન્ડરલાઈન કરો. કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વગર જવાબ લખો.

આટલું અચૂક યાદ રાખો
આ ત્રણ છોડો

Á ટેલિવિઝન, ટેલિફોન (મોબાઇલ) અને ટોક (નિરર્થક)

Á આ ત્રણઅપનાવો

Á વર્ક હાર્ડ, વર્ક સ્માર્ટ અને વર્ક ટાઇમલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો